Surat: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના આગોતરા જામીન નામંજૂર, જુઓ Video
Surat: સુરતમાં મકાન માલિક પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી વસૂલવાના પ્રકરણમાં સંડોવાયેલી અને અગાઉ પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની મુશ્કેલીઓ વધી છે. ભાવનગરની મહિલા સરપંચના પતિ સાથે લિવ-ઈનમાં રહેતી નયના બારૈયા અને વિવાદાસ્પદ કીર્તિ પટેલ સામે પુણા પોલીસ મથકે ખંડણીનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે અગાઉ કીર્તિ પટેલની ધરપકડ કરી જેલમાં મોકલી આપી છે જ્યારે પોલીસથી બચવા માટે નયના બારૈયાએ સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
Advertisement
Surat: સુરતમાં મકાન માલિક પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી વસૂલવાના પ્રકરણમાં સંડોવાયેલી અને અગાઉ પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની મુશ્કેલીઓ વધી છે. ભાવનગરની મહિલા સરપંચના પતિ સાથે લિવ-ઈનમાં રહેતી નયના બારૈયા અને વિવાદાસ્પદ કીર્તિ પટેલ સામે પુણા પોલીસ મથકે ખંડણીનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે અગાઉ કીર્તિ પટેલની ધરપકડ કરી જેલમાં મોકલી આપી છે જ્યારે પોલીસથી બચવા માટે નયના બારૈયાએ સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સરકારી વકીલ દ્વારા આ જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નયના બારૈયાના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. જુઓ વીડિયો...

