Surat: Gagji Sutariyaના નિવેદન પર Harsh Sanghaviની પ્રતિક્રિયા
પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાના નિવેદન પર ગૃહરાજ્યમંત્રી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમણે મહિલા સશક્તિકરણની વાત કરી છે. તેમજ મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં સુરક્ષિત છે.
Advertisement
પાટીદાર અગ્રણી ગગજી સુતરીયાએ દીકરીઓની સુરક્ષા પર આવેલ નિવેદન પર હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, તેમણે મહિલા સશક્તિકરણની વાત કરી છે. તેઓ સરદારધામ સાથે જોડાયેલા છે. આ સંસ્થા મહિલાઓને સશક્ત બનાવવા પ્રયત્ન કરે છે. દેશમાં મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં જ સુરક્ષિત છે. 100 દિવસની અંદર પીડિત મહિલાઓને ન્યાય અપાવવાના ઉદાહરણ છે. મહિલાઓ પરના અત્યાચાર કેસમાં ઝડપી કેસ ચલાવ્યા છે.
Advertisement


