Surat : 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્તપણે થશે પાલન!
હેલ્મેટના કાયદા ચુસ્ત અમલવારી કરવા માટે હમણાં સુધી ગાંધીગીરી કરતી સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી કડકપણે કાર્યવાહી કરવા જઈ રહી છે.
03:32 PM Feb 04, 2025 IST
|
Hardik Shah
- સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન
- પોલીસની 40 જેટલી ટીમ અલગ-અલગ જંક્શન પર રહેશે તૈનાત
- સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશનથી રહેેશે નજર
- હેલ્મેટ નહીં પહેરનારા ટુ-વ્હીલર ચાલકો સામે થશે કાર્યવાહી
- શાળા-કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની પણ તપાસ
- હેલ્મેટના કાયદાનું પાલન કરે તે માટે શાળા-કોલેજો સાથે પોલીસનું સંકલન
- ગત વર્ષે અકસ્માતની ઘટનામાં 49 ટકાનો થયો છે વધારો
- મોટાભાગની અકસ્માતની ઘટનામાં હેલ્મેટનો અભાવ હોવાનો ખુલાસો
Surat : હેલ્મેટના કાયદા ચુસ્ત અમલવારી કરવા માટે હમણાં સુધી ગાંધીગીરી કરતી સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી કડકપણે કાર્યવાહી કરવા જઈ રહી છે. ટૂ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા લોકો ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું ચુસ્ત પાલન કરે તે માટે 15 ફેબ્રુઆરીથી સુરત પોલીસની 40 જેટલી ટીમો મેદાને ઉતરવાની છે.
આ ઉપરાંત CCTV કેમેરા, મોબાઈલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થાઓનો ઉપયોગ કરી હેલ્મેટના કાયદાનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ સિવાય શહેરની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું પાલન કરે તે માટે સુરત પોલીસ દ્વારા શાળા કોલેજો જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે.
Next Article