Surat Crime: માત્ર 30 હજાર માટે મિત્ર જ બન્યો કાતિલ, માથું વાઢી હત્યા કરવાના કેસમાં મોટો ઘટસ્ફોટ
Surat ના કતારગામમાં માથા વગરની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર 30 હજાર રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ મિત્ર સંજયની હત્યા કરી હતી. આરોપીએ હાથ-પગ બાંધી કોઈતાથી ગળું કાપ્યું હતું. મૃતકનું માથું રેલવે ટ્રેક પાસેથી મળ્યું હતું. લાશ સગેવગે કરવામાં આરોપીની પત્ની અને પુત્રએ સાથ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. કતારગામ પોલીસ આ હત્યાકાંડની વધુ તપાસ કરી રહી છે.
Advertisement
Surat Crime: તારગામમાં માથા વગરની લાશ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. માત્ર 30 હજાર રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કતારગામના કબ્રસ્તાનમાંથી મૂળ ઓરિસ્સાના સંજયનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. સંજય લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. ઉછીના પૈસાની માથાકૂટમાં આરોપીએ હાથ-પગ બાંધી કોઈતાથી ગળું કાપ્યું હતું. મૃતકનું માથું રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યું હતું. લાશ સગેવગે કરવામાં આરોપીની પત્ની અને પુત્રએ સાથ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જુઓ વીડિયો....

