Operation Mule Hunt 2.0 અંગે Surat પોલીસ કમિશનરનું નિવેદન, જુઓ શું કહ્યું ?
તેમણે કહ્યું કે, મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના ગુનામાં થાય છે. એકાઉન્ટ હોલ્ડરો પાસે બેન્ક કીટ એજન્ટો લઈ લેતા હતા.
Advertisement
ઓપરેશન મ્યુલ હન્ટ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના ગુનામાં થાય છે. એકાઉન્ટ હોલ્ડરો પાસે બેન્ક કીટ એજન્ટો લઈ લેતા હતા. ફરિયાદો મળતા પોલીસે ફરી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કર્યુ. કમિશન પર બેંક એકાઉન્ટ ભાડે આપનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આરોપીઓ લોન અપાવવાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ લઈ લેતા હતા. 57 જેટલી ફરિયાદોમાં 61 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 15 જેટલા બેંક એકાઉન્ટ હોલ્ડરોને એકાઉન્ટની જાણ પણ નથી. આ એકાઉન્ટમાં કુલ 23 કરોડ જેટલા રૂપિયા જમા કરાવાયા હતા. બાદમાં આ રૂપિયા વિદેશમાં મોકલી દેવામા આવતા હતા. આરોપીઓ સામે BNS ની કલમ લગાવવામા આવી છે.........જુઓ અહેવાલ......
Advertisement


