સુરત પોલીસે ગુંડાતત્વો સામે શરૂ કર્યું મોટું અભિયાન
Surat : રાજ્યના પોલીસવડાના આદેશ બાદ સુરત પોલીસે શહેરમાં ગુંડાતત્વો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે.
06:13 PM Mar 17, 2025 IST
|
Hardik Shah
Surat : રાજ્યના પોલીસવડાના આદેશ બાદ સુરત પોલીસે શહેરમાં ગુંડાતત્વો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. આ કવાયત અંતર્ગત સુરતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનેગારોને શોધી કાઢવા તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને ઉધના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તત્વો પર નજર રાખીને પોલીસે મોડી રાત્રે તેમના ઘરોમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યા છે. આ અભિયાનનો હેતુ શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જેના ભાગરૂપે પોલીસે આવા તત્વો સામે કડક પગલાં લેવાની તૈયારી કરી છે.
Next Article