Surat : લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનું મોત, આપઘાતનો કર્યો હતો પ્રયાસ
સુરતમાં સ્વામીનારાયણના પ્રિયદર્શન સ્વામીનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. થોડા દિવસ પહેલા તેમણે ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
સુરતમાં સ્વામીનારાયણના પ્રિયદર્શન સ્વામીનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. થોડા દિવસ પહેલા તેમણે ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આજે સારવાર દરમિયાન વડતાલ તાબા મંદિરના સ્વામીનું મોત નીપજ્યું છે. તેમના મોતથી સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવા પોલીસ સમક્ષ માગ કરી છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ રજૂઆત કરી અને મોબાઈલ, કોલ ડિટેલ, મેસેજ, CCTV ફુટેજની તપાસની માગ કરી છે. મંદિરના સંતોના નિવેદન, ટ્રસ્ટીના નિવેદન લઈ તપાસની માગ કરાઈ છે. કોઈ વ્યકિતએ ત્રાસ, ધમકી કે બ્લેકમેઈલ કર્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.......જુઓ અહેવાલ......
Advertisement


