Surat Rain : Surat માં ચોમાસાની શરુઆતથી જ ખાડાનું સામ્રાજ્ય, જુઓ Video
Surat Rain: સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડીંડોલીમાં રસ્તો બેસી જવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે.
Advertisement
Surat Rain: સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડીંડોલીમાં રસ્તો બેસી જવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થળ પર પહોંચેલા મનપાના જવાબદાર અધિકારીઓ હસતા કેમેરામાં કેદ થયા છે, જે તંત્રની ગંભીરતાનો અભાવ દર્શાવે છે. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ આ રીતે બેસી જવાની ઘટનાઓ સુરત મનપાના વહીવટ પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કરી રહી છે. જુઓ વીડિયો...

