Surat : અડાજણથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજની શાંતિમય રેલી
રાજસ્થાન (Rajasthan) ના પાલીમાં વિહાર કરતા જૈન મુનિને ભારે વાહને ટક્કર મારતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ સુરતમાં રેલી યોજીને જૈન સાધુઓને વિહાર વખતે સુરક્ષા મળી રહે તેવી માંગણી કરાઈ છે.
Advertisement
Surat : તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં એક જૈન સાધુ વિહાર કરી રહ્યા હતા ત્યારે એક ભારે વાહનની ટક્કરથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા રાજસ્થાન તેમજ ગુજરાતના જૈન સમાજમાં પડ્યા છે. સુરતમાં વસતા જૈન સમાજના સભ્યોએ આ ઘટના બાદ એક રેલી દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગણી છે કે આવી ઘટના ફરીથી ન બનવી જોઈએ અને વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની સુરક્ષા (Road Safety) માટે સરકાર આવશ્યક પગલાં ભરે. જૂઓ અહેવાલ
Advertisement