Surat Republic Day 2026 : CP Anupam Singh Gehlot ની હાજરીમાં Surat માં લહેરાયો તિરંગો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.
Advertisement
દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરની અનેક હસ્તીઓ અને સત્તાવાર અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પોલીસ, હોમગાર્ડ અને TRB ના પ્લાટુન દ્વારા મોરચા અને પરેડ કરાઈ હતી. ઘોડેસવારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. શ્રેષ્ઠ પોલીસ કર્મચારીઓને મેડલ અને પ્રશંસા પત્ર દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું..... જુઓ અહેવાલ.....
Advertisement


