Surat : સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ
સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જવા પામ્યું છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોએ હેરાન થવું પડી રહ્યું છે.
09:46 PM Jul 01, 2025 IST
|
Vishal Khamar
સુરતમાં પહેલા વરસાદે સ્માર્ટ સિટી સુરતની સૂરત બગાડી છે. ખાડીપુરની સમસ્યાથી બહાર આવેલા લોકોએ હવે બિસ્માર રસ્તાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રોડ રસ્તાઓ કમરતોડ રસ્તા બન્યા છે. ઠેર ઠેર રસ્તાઓમાં મસમોટા ખાડોઓ પડ્યા છે. કમરતોડ રસ્તાઓનાં કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દૂર દૂર સુધી રોડ રસ્તાઓમાં મસમોટા ખાડા પડ્યા છે. રસ્તામા ખાડો કે ખાડામાં રસ્તો, એવા સવાલ ઉઠી રહ્યા છે. સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓનું પ્રથમ વરસાદમાં ધોવાણ થવા પામ્યું હતું. હજી તો વરસાદની શરૂઆત ત્યાં તો શહેરના રસ્તાઓની હાલત બિસ્માર થઈ જવા પામી છે. શહેરના ઉબડ ખાબડ રસ્તાઓ લોકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. તાત્કાલીક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.
Next Article