Surat SBI Robbery : SBI બેંક લૂંટનો માસ્ટરમાઈન્ડ જેલમાં!
50 લાખની લૂંટમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઉત્તરપ્રદેશથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement
સુરતના વરાછાની SBI બેંકમાં લૂંટ મામલે મોટા સમાચાર આવ્યા છે. 50 લાખની લૂંટમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઉત્તરપ્રદેશથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પટના જેલમાં બંધ કુખ્યાત કુંદન ભગત આ સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. કુંદન ભગતના સાગરીતોએ જેલમાંથી ષડયંત્ર ઘડ્યું હતું. ચૂંટણીની વ્યસ્તતાનો લાભ લઈ આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ પાસેથી બોગસ આધારકાર્ડ, હથિયારો મળ્યા હતા. પોલીસને ચકમો આપવા આરોપી બંધ ફોનનો ઉપયોગ કરતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.......જુઓ અહેવાલ.......
Advertisement


