Surat : સ્મીમેર હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, Video
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જ્યાં એક દર્દીને યોગ્ય સારવાર નહીં મળતા વિવાદ વધ્યો હતો. જણાવી દઇએ કે, હોસ્પિટલમાં મહિલા તબીબો અને દર્દીના સ્વજનો વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
11:14 AM Jan 24, 2025 IST
|
Hardik Shah
- સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં
- ખેંચના દર્દીની સારવાર યોગ્ય ના કરી હોવાનો પરિવારનો આરોપ
- દર્દીના સ્વજનો અને મહિલા તબીબો સાથે રકઝકનો વીડિયો વાયરલ
- સ્મીમેરમાં સારવાર માટે આવેલા દર્દીઓના પરિવારજનોને કડવો અનુભવ
- મહિલા તબીબોએ દર્દીને ખેંચ આવવાનું આપ્યુ કારણ
- દારૂ પીવાના કારણે દર્દીને ખેંચ આવતી હોવાનું તબીબોનું રટણ
- વાયરલ વીડિયો અંગે સ્મીમેર હોસ્પિટલ સત્તાધીશોની તપાસ
- વાયરલ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ નથી કરતું પુષ્ટી
Surat Smimer Hospital controversy : સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જ્યાં એક દર્દીને યોગ્ય સારવાર નહીં મળતા વિવાદ વધ્યો હતો. જણાવી દઇએ કે, હોસ્પિટલમાં મહિલા તબીબો અને દર્દીના સ્વજનો વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં તેમને કડવો અનુભવ થયો છે, જ્યારે તબીબોએ દાવો કર્યો છે કે દર્દીને દારૂ પીવાના કારણે ખેંચ આવી હતી. આ મામલે સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશોની વીડિયો વાયરલ થયા બાદ તપાસ શરૂ થઇ રહી છે. જોકે, ગુજરાત ફર્સ્ટ દ્વારા આ વીડિયો અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હોસ્પિટલના આ મામલે ફરી ચર્ચામાં આવતાં લોકોમાં આરોગ્ય સેવા પ્રત્યે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
Next Article