Surat: વિદ્યાર્થીઓએ પેન્સિલનો ઉપયોગ કરીને યુક્તિ ચલાવી, ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા પકડાયા
SURAT : વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિચારતા કરી દે તેવો ચોરીનો કરવાનો કિસ્સો પકડાયો છે, જેમાં ત્રણ વિદ્યાર્થી ઝડપાયા છે.
06:00 PM May 03, 2025 IST
|
Vishal Khamar
SURAT : સુરતની જાણીતી વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU - SURAT) માં પરીક્ષામાં ચોરી કરવાની ચોંકાવનારી (EXAM COPY CASE) તરકીબ સામે આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનું પેપર લખવા માટેની બોલપેન પર પેન્સિલથી જવાબો લખીને લાવવામાં આવ્યા હોવાનું ઝડપાયું છે. ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આ ચાલાકી પકડી પાડવામાં આવી છે. અને આ મામલાની ઇન્કવાયરી માટે સમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ આ મામલે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ આ પ્રકારે તરકીબો વાપરીને પરીક્ષામાં ચોરી રોકવા માટે કડક હાથે ચેકિંગની સુચના આપવામાં આવી છે.
Next Article