Surat : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 4 વર્ષની બાળકી રમતા રમતા..!
સુરત (Surat) શહેરના સચિન GIDC (Sachin GIDC) વિસ્તારમાં વાલીઓ (Parents) માટે ચેતવણીરૂપ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં માત્ર 4 વર્ષની એક બાળકી (Child) રમત રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી નહેર (Canal)માં પડી જતા તેનું કરુણ મૃત્યુ (Death) થયું હતું.
Advertisement
સુરત (Surat) શહેરના સચિન GIDC (Sachin GIDC) વિસ્તારમાં વાલીઓ (Parents) માટે ચેતવણીરૂપ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં માત્ર 4 વર્ષની એક બાળકી (Child) રમત રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી નહેર (Canal)માં પડી જતા તેનું કરુણ મૃત્યુ (Death) થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો (Locals) તાત્કાલિક દોડી આવ્યા અને બાળકીને નહેરમાંથી બહાર કાઢી તરત સારવાર (Treatment) માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઇ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબો (Doctors)એ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ બાદ પરિવાર (Family)માં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સચિન GIDC પોલીસ (Police)એ આ મામલે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી (Investigation) હાથ ધરી છે.

