Surat: કેન્દ્રીય મંત્રી C.R. Patilએ ટેરિફ અને માર્કેટ મુદ્દે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
સુરત ખાતે ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ટેરિફ મુદ્દે નિવેદન આપ્યું હતું.
Advertisement
અમેરિકા ટેરિફ મુદ્દે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું. વિશ્વની અંદર આપણા દેશને મહત્વ મળી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે. માર્કેટને ઉપર નીચે જવા માટે કોઈપણ એક કારણ હોતા નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરતો હોય ત્યારે આ પરિણામ સ્વાભાવિક લાગે છે. અમેરિકામાં ટેરીફ વોરના કારણે જે અનિશ્ચિતતા સર્જાતી હતી, ત્યાંનું માર્કેટ ડિસ્ટર્બ થતું હતું. જેના કારણે કદાચ ટ્રમ્પને યુ ટર્ન લેવો પડ્યો.
Advertisement


