Surat : કેન્દ્રીય મંત્રી C. R. Patil ના હસ્તે લિંબાયતમાં અંડરપાસ બ્રિજનું લોકાર્પણ
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ લિંબાયતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને મળશે રાહત સુરતના લિંબાયત અને ડિંડોલીને જોડતા રેલવે ફાટક ક્રોસ કરતા લોકોને મોટી રાહત...
02:40 PM Mar 02, 2025 IST
|
SANJAY
- ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ
- લિંબાયતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ
- ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને મળશે રાહત
સુરતના લિંબાયત અને ડિંડોલીને જોડતા રેલવે ફાટક ક્રોસ કરતા લોકોને મોટી રાહત મળી છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલા રૂપિયા 54 કરોડના ખર્ચે નવનિર્મિત લિંબાયત અને ડિંડોલીને જોડતા રેલવે અન્ડર પાસ બ્રિજનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. અત્યાધુનિક રેલવે અંડરપાસ બ્રિજમાં ફાયર સેફ્ટી સુવિધાની સાથે રૂપિયા દોઢ કરોડના ખર્ચે HVAC સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. જે વાહનોમાંથી નીકળતા ધુમાડાને દૂર કરી શુદ્ધ હવા સુનિશ્ચિત કરશે.
Next Article