Surat : વેઈટલોસની દવાની આડમાં છેતરપિંડી, ટિપ્સ લેનારી મહિલાઓને પહેરાવી ટોપી!
Surat Weight Loss Scam: સુરતમાં વેઈટલોસ (વજન ઘટાડવાની) દવાની આડમાં એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો આપીને મહિલાઓને ટાર્ગેટ બનાવતી આ ગેંગે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ટોળકી અત્યંત શાતિર રીતે કામ કરતી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને મહિલાઓને આકર્ષ્યા બાદ કોલ સેન્ટર દ્વારા સંપર્ક સાધતા. પોતાને તબીબ ગણાવીને મહિલાઓનો વિશ્વાસ કેળવ્યા બાદ તેઓ વેઈટલોસ દવાના નામે તોતિંગ રકમ પડાવતા. ડિલિવરી માટે તેઓ ડિલિવરી બોયને મોકલતા અને મોટાભાગે પેમેન્ટ 'કેશ'માં જ લેતા જેથી ટ્રેસ ન થઈ શકે. સુરતની જ એક મહિલા પાસેથી આ ગેંગે 1.77 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

