Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં સુરતના યુવક શૈલેષ કળઠિયાનું મોત
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા નિર્દય આતંકવાદી હુમલામાં સુરતના મૂળ વતની અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલા શૈલેષ કળઠિયાનું દુઃખદ મોત થયું છે.
12:15 PM Apr 23, 2025 IST
|
Hardik Shah
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા નિર્દય આતંકવાદી હુમલામાં સુરતના મૂળ વતની અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલા શૈલેષ કળઠિયાનું દુઃખદ મોત થયું છે. શૈલેષ, જે પોતાની પત્ની અને બે બાળકો સાથે પહેલગામ ફરવા ગયા હતા. તેઓ સુરતના કાપોદ્રા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. 4 વર્ષ પહેલાં તેઓ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થઇ ગયા હતા. શૈલેષની માતાનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું, જ્યારે તેમના પિતા હાલ સુરતમાં ખેતીનું કામ કરે છે. આ ઘટના બાદ શૈલેષના સ્વજનો અને સંબંધીઓની અવરજવર કાપોદ્રા સ્થિત તેમના ઘરે વધી છે, અને પરિવાર પર શોકનો માહોલ છવાયો છે.
Next Article