Surat ના ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ!
ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ દેશવ્યાપી સાયબર ફ્રોડ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
Advertisement
સુરતમાં ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ દેશ વ્યાપી સાયબર ફ્રોડના મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. તપાસ દરમ્યાન મળી આવેલ 165 પૈકી 90 બેંક એકાઉન્ટ RBL ના બેંક એકાઉન્ટ મારફતે તપાસ દરમ્યાન મોટો ખુલાસો થવા પામ્યો છે. જે બેંક એકાઉન્ટમાં કુલ 1445 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. માત્ર છ મહિનાની અંદર 1455 કરોડના આર્થિક વ્યવહારો થયા હતા. અન્ય મોટાભાગના બેંક એકાઉન્ટ બેંક લોન આપવાના બહાને ખોલાવ્યા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. દેશ વ્યાપી કૌભાંડમાં કિરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઈટાલિયાની ધરપકડ કરી હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ અને વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય ભેજાબાજો છે.
Advertisement