Surendranagar Crime : Surendranagar ના વડગામમાં લૂંટ વિથ મર્ડરનો ઉકેલાયો ભેદ!
દસાડાના વડગામમાં 72 વર્ષીય શાંતાબેન ડોડીયા ઘરમાં એકલા જ રહેતા હતા. જયારે તેમના સંતાનો પરીવાર સાથે નજીકમાં જ રહે છે. 27 તારીખની રાત્રે શાંતાબેન નિત્યક્રમ મુજબ ઘરના દરવાજા બંધ કરીને સૂતા હતા. બીજા દિવસે સવારે તેમના પુત્રવધુ શાંતાબેનને ચા આપવા ગયા હતા. ત્યારે, જોયુ તો સાસુના પગથી માથા સુધી ચાદર ઓઢેલી હતી. જેથી, ચાદર ઉંચી કરી સાસુને જગાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ, શાંતાબેન મૃત હાલતમાં પડ્યા હતા. તેમના બન્ને કાનમાં પહેરેલી બુટ્ટી અને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ગાયબ હતી..આ જોઈ પુત્રવધુએ બુમ પાડી પરિવારજનોને બોલાવ્યા. ત્યારબાદ, પોલીસને જાણ કરવામાં આવી. દસાડા પોલીસની ટીમ સહિત LCB, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા હતા. FSLની ટીમે એક-એક પુરાવા ભેગા કર્યા. લૂંટ અને મર્ડરનો ગુનો નોંધી સતત 4 માસથી LCBની ટીમ આરોપીઓનુ પગેરુ શોધી રહી હતી..બાતમીના આધારે બોરસદ તાલુકાના કીંખલોડ ગામેથી સતિષ રાજપરમાર નામના શખ્સને ઝડપી લીધો. તેની પાસેથી લૂંટ કરેલી સોનાની બંગડી, સોનાની બુટ્ટી સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.