Surendranagarમાં ઓર્ગેનિક જામફળની ખેતીથી ખેડૂત બન્યો લખપતિ, અન્ય ખેડૂતોને મળી નવી રાહ
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતીની સાથેસાથે ઓર્ગેનિક જામફળની ખેતી શરૂ કરીને એક સફળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ખેડૂતે પોતાની જમીનમાં સંપૂર્ણપણે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડ્સ વગરના ઓર્ગેનિક જામફળનું વાવેતર કરીને બજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનનો નવો માર્ગ ખોલ્યો છે.
09:35 AM Dec 09, 2025 IST
|
Hardik Shah
- Surendranagar માં ખેડૂતે શરૂ કરી ઓર્ગેનિક જામફળની ખેતી
- સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતે કરી જામફળની ખેતી
- વઢવાણમાં એક ખેડૂતે ઓર્ગેનિક જામફળનું કર્યું વાવેતર
- લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી
- ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 3000 કિલો જામફળનું ઉત્પાદન
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતીની સાથેસાથે ઓર્ગેનિક જામફળની ખેતી શરૂ કરીને એક સફળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ખેડૂતે પોતાની જમીનમાં સંપૂર્ણપણે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડ્સ વગરના ઓર્ગેનિક જામફળનું વાવેતર કરીને બજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનનો નવો માર્ગ ખોલ્યો છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 3000 કિલો જામફળનું ઉત્પાદન
તેમની મહેનત ફળી છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેમણે અંદાજે 3000 કિલો જેટલું જામફળનું ઉત્પાદન મેળવ્યું છે. આ સફળ ખેતીના માધ્યમથી તેઓ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, જેણે સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી અપનાવવા અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે નવી રાહ ચીંધી છે.
આ પણ વાંચો : Surat: શહેરમાંથી અફીણ-ગાંજાની ફેક્ટરી ઝડપાઈ, ચણાની આડમાં અફીણની ગોળીઓ કેનેડા મોકલાતી
Next Article