ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિન્ડિઝ વિરુદ્ધ સારા પ્રદર્શનનો સૂર્યકુમાર યાદવ-વેંકટેશ અય્યરને મળ્યો લાભ

ભારતીય મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે રવિવારે પૂર્ણ થયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20I સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શનના આધારે બુધવારે જારી કરાયેલી નવીનતમ ICC T20 બેટિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. સીરિઝમાં ભારત તરફથી સૌથી વધુ 107 રન બનાવનાર, સૂર્યકુમાર 14 સ્થાનની છલાંગ લગાવીને 35માંથી 21માં ક્રમે પહોંચી ગયો છે, જ્યારે 92 રન સાથે ભારતના બીજા સૌથી વધુ રàª
12:36 PM Feb 24, 2022 IST | Vipul Pandya
ભારતીય મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે રવિવારે પૂર્ણ થયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20I સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શનના આધારે બુધવારે જારી કરાયેલી નવીનતમ ICC T20 બેટિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. સીરિઝમાં ભારત તરફથી સૌથી વધુ 107 રન બનાવનાર, સૂર્યકુમાર 14 સ્થાનની છલાંગ લગાવીને 35માંથી 21માં ક્રમે પહોંચી ગયો છે, જ્યારે 92 રન સાથે ભારતના બીજા સૌથી વધુ રàª
ભારતીય મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે રવિવારે પૂર્ણ થયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20I સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શનના આધારે બુધવારે જારી કરાયેલી નવીનતમ ICC T20 બેટિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 
સીરિઝમાં ભારત તરફથી સૌથી વધુ 107 રન બનાવનાર, સૂર્યકુમાર 14 સ્થાનની છલાંગ લગાવીને 35માંથી 21માં ક્રમે પહોંચી ગયો છે, જ્યારે 92 રન સાથે ભારતના બીજા સૌથી વધુ રન ફટકારનાર વેંકટેશ અય્યરે 88 રનની છલાંગ લગાવીને 115માં નંબરે પહોંચી ગયો છે. વળી, સીરિઝમાં સૌથી વધુ 184 રન બનાવનાર વેસ્ટ ઈન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન પણ પાંચ સ્થાન આગળ વધીને 13માં નંબરે પહોંચી ગયો છે.
સૂર્યકુમાર યાદવે વિન્ડિઝ સીરિઝમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. કેએલ રાહુલ બે સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ બેટ્સમેનોની યાદીમાં તેનું 10મું સ્થાન જાળવી રાખ્યું છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ પણ ભારતીય ખેલાડી ટોપ 10માં નથી.

વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન પાંચ સ્થાન આગળ વધીને 13માં નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પણ રેન્કિંગ પર અસર પડી છે. ઓસ્ટ્રેલિયાના એશ્ટન અગર બોલરોના ટોપ 10 રેન્કિંગમાં પ્રવેશ્યો છે અને હાલમાં તે નવમાં ક્રમે છે. શ્રીલંકાના મહીશ તીક્ષ્ણાના T20 ઈન્ટરનેશનલમાં સારું પ્રદર્શનની અસર તેના રેન્કિંગમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેણે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ 592 રેટિંગ હાંસલ કર્યું હતું અને 12 ક્રમની છલાંગ લગાવીને 17માં નંબરે આવ્યો હતો.
ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા અને કોહલી સાતમાં સ્થાને છે. વરિષ્ઠ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ બોલરોની યાદીમાં અનુક્રમે બીજા અને 10માં ક્રમે છે. ઓલરાઉન્ડરોની યાદીમાં અશ્વિને પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે અને રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે.
Tags :
CricketGujaratFirstICCT20IRankingsSportsSuryakumarYadavT20IVenkateshIyer
Next Article