ઉડિયા ફિલ્મ એક્ટર રાયમોહન પરિદાનું શંકાસ્પદ મોત
જાણીતા ઉડિયા ફિલ્મના અભિનેતા અને થિયેટર કલાકાર રાયમોહન પરિદાનું મૃતદેહ શુક્રવારે ભુવનેશ્વરના પ્રાચી વિહાર વિસ્તારમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. સમાચાર સામે આવતાં જ અનેક કલાકારો પરિદાના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી
02:11 PM Jun 24, 2022 IST
|
Vipul Pandya
જાણીતા ઉડિયા ફિલ્મના અભિનેતા અને થિયેટર કલાકાર રાયમોહન પરિદાનું મૃતદેહ શુક્રવારે ભુવનેશ્વરના પ્રાચી વિહાર વિસ્તારમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. સમાચાર સામે આવતાં જ અનેક કલાકારો પરિદાના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. તેઓ 58 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. પરિદાના પરિવારજનોને શુક્રવારે સવારે તેના રૂમમાં તેની લાશ લટકતી હાલતમાં જોઇ હતી.
ઘણી ફિલ્મોમાં શક્તિશાળી વિલનની ભૂમિકા ભજવી
પરિદા બોલિવૂડમાં તેના મજબૂત નકારાત્મક પાત્રો માટે જાણીતા હતાં. 2015માં કેન્સરને કારણે જીવ ગુમાવનાર હેરા પટનાયક પછી તેમને ઉડિયા ફિલ્મોનો સૌથી મોટા વિલન માનવામાં આવતા હતા. અભિનેતા શ્રીતમ દાસે કહ્યું કે ઝીરોથી હીરો સુધીની સફર કરનાર પરિદાર આત્મહત્યા કરશે એ માનવું મુશ્કેલ છે. રાયમોહન પરિદા સિંઘબાહિની (1998), સુના ભાઈજા (1994) અને મેન્ટલ (2014) ફિલ્મોમાં તેમના મજબૂત અભિનય માટે જાણીતા છે. કિયોંઝર જિલ્લાની રહેવાસી, પરિદાએ અન્ય ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જેમાં રામ લક્ષ્મણ, અસિબુ કેબે સાજી મો રાની, નાગ પંચમી, ઉદનાદી સીતા, તુ થીલે મો દારા જેવી ફિલ્મોમાં મજબૂત ભૂમિકા નિભાવી હતી.
Next Article