ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશના ટોપ-10 સ્વચ્છ શહેરોમાં સુરત બીજા નંબરે, મધ્યપ્રદેશ સૌથી સ્વચ્છ રાજ્ય

ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ સ્વચ્છ સર્વેક્ષણની (Swachh Survekshan 2022) યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સ્વચ્છતા બાબતે સુરત (Surat) સતત બીજા વર્ષે બીજા નંબરે રહ્યું છે. જ્યારે મધ્યપ્રદેશનું ઈન્દૌર (Indore) સતત છઠ્ઠી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે અને મહારાષ્ટ્રના નવી મુંબઈ (Mumbai) શહેર આ વર્ષે ત્રીજા નંબરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વચ્છતા સર્વેક્ષણ-2022ની યાદી બહાર પાડી છે.મધ્યપ્રદેશ સૌથી સà
02:15 PM Oct 01, 2022 IST | Vipul Pandya

ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ સ્વચ્છ સર્વેક્ષણની (Swachh Survekshan 2022) યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સ્વચ્છતા બાબતે સુરત (Surat) સતત બીજા વર્ષે બીજા નંબરે રહ્યું છે. જ્યારે મધ્યપ્રદેશનું ઈન્દૌર (Indore) સતત છઠ્ઠી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે અને મહારાષ્ટ્રના નવી મુંબઈ (Mumbai) શહેર આ વર્ષે ત્રીજા નંબરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વચ્છતા સર્વેક્ષણ-2022ની યાદી બહાર પાડી છે.
મધ્યપ્રદેશ સૌથી સ્વચ્છ રાજ્ય
સ્વચ્છ સર્વેક્ષણ-2022માં (Swachh Survekshan 2022) મધ્યપ્રદેશ (Madhyapradesh) ફરી એકવાર દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું છે. સૌથી સ્વચ્છ રાજ્યોની યાદીમાં છત્તીસગઢ બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. રાજધાની દિલ્હી પણ આ વર્ષે ટોપ-10 સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ છે. નોઈડા પણ આ વખતે 11માં સ્થાને છે.
દેશના ટોપ 10 સ્વચ્છ શહેરો
1. ઇન્દોર (મધ્યપ્રદેશ)
2. સુરત (ગુજરાત)
3. નવી મુંબઈ (મહારાષ્ટ્ર)
4. વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)
5. વિજયવાડા (આંધ્રપ્રદેશ)
6. ભોપાલ (મધ્ય પ્રદેશ)
7. તિરુપતિ (આંધ્રપ્રદેશ)
8. મૈસુર (કર્ણાટક)
9. નવી દિલ્હી (દિલ્હી)
10. અંબિકાપુર (છત્તીસગઢ)
એક લાખથી ઓછી વસ્તીવાળા સ્વચ્છ શહેરો
1. પંચગની (મહારાષ્ટ્ર)
2. પાટન (છત્તીસગઢ)
3. કરાડ (મહારાષ્ટ્ર)

Tags :
CleanCityGujaratGujaratFirstindoreMPSuratSwachhSurvekshan2022
Next Article