તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરના ભાજપ પ્રમુખ સુનીલ ગંગદેવની પોલીસે ધરપકડ કરી છે, જે બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Advertisement
Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરના ભાજપ પ્રમુખ સુનીલ ગંગદેવની પોલીસે ધરપકડ કરી છે, જે બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સુનીલ ગંગદેવ દાદાગીરી કરતા જોવા મળ્યા હતા, જેનું કારણ ક્રિકેટ રમવાને લઈને તેમના દીકરા અને અન્ય છોકરાઓ વચ્ચે થયેલી બોલાચાલી હતી. આ ઝઘડામાં વચ્ચે પડતાં ભાજપ પ્રમુખે એક છોકરાને બેટ વડે ફટકા માર્યા હતા, જેનો વીડિયો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો. ફરિયાદ નોંધાતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સુનીલ ગંગદેવ સામે મારામારી તેમજ નશાની હાલતમાં હોવાના આરોપસર બે અલગ-અલગ ગુના દાખલ કર્યા. હાલ પોલીસે ધરપકડ બાદ તપાસ શરૂ કરી છે, જેમાં આ ઘટનાની સંપૂર્ણ હકીકત અને પરિસ્થિતિનો ખુલાસો થવાની શક્યતા છે.
Advertisement