Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમિલને મળે હિન્દી જેટલો અધિકાર, સ્ટાલિનના સવાલ પર પીએમ મોદીનો જવાબ

ભાષા વિવાદ વચ્ચે તામિલનાડુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનને મંચ પરથી જ જવાબ આપ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને તમિલને હિન્દીની સમકક્ષ બનાવવાની વકીલાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભારત સરકારના કાર્યોલયો અને મદ્રાસ હાઇકોર્ટમાં ભાષાને આધિકારીક બનાવવાની જણાવ્યું હતું. આ મુદ્દે વડાપ્રધાને કહ્યું કે તમિલ ભાષા શાશ્વત
તમિલને મળે હિન્દી જેટલો અધિકાર  સ્ટાલિનના સવાલ પર પીએમ મોદીનો જવાબ
Advertisement
ભાષા વિવાદ વચ્ચે તામિલનાડુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનને મંચ પરથી જ જવાબ આપ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને તમિલને હિન્દીની સમકક્ષ બનાવવાની વકીલાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભારત સરકારના કાર્યોલયો અને મદ્રાસ હાઇકોર્ટમાં ભાષાને આધિકારીક બનાવવાની જણાવ્યું હતું. આ મુદ્દે વડાપ્રધાને કહ્યું કે તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ પણ વૈશ્વિક છે. 
2021માં વિધાનસભાની ચૂંટણી બાદ સ્ટાલિનના નેતૃત્વવાળી ડીએમકે સરકાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર કોઇ દક્ષિણના રાજ્યની મુલાકાતે ગયા છે. રાજકિય રીતે ઘોર વિરોધી ગણાતી બે પાર્ટીના નેતા ગુરુવારે એક જ મંચ પર આવ્યા હતા. તેમણે લાભાર્થીઓને મકાનની ચાવી આપી હતી અને સ્ટાલિનને પણ ચાવી આપવા બોલાવ્યા હતા. 
સ્ટાલિને ચેન્નાઇના એક કાર્યક્રમમાં રાજ્યમાં અપનાવાયેલા દ્રવિડ મોડલ વિશે જાણકારી આપીને કહ્યું કે અમે દોસ્તીનો હાથ આગળ ધપાવીશું પણ પોતાના અધિકારો માટે અવાજ પણ ઉઠાવીશું. અમારી ભાષા તમિલને પણ હિન્દી જેટલું જ સન્માન મળવું જોઇએ. ઔપચારીક ભાષાની માન્યતા પણ મળે. અમારા પર હિન્દી થોપવામાં ના આવે. સ્ટાલિને કહ્યું કે અમે નીટની પરીક્ષાનો વિરોધ કરીએ છીએ અને આ માટે વિધાનસભામાં એક વિધેયક પણ પસાર કર્યું છે. અમે તમિલનાડુને નીટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની અપિલ કરીએ છીએ. 
પીએમ મોદીએ તેના પર જવાબ આપતા કહ્યું કે તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે. ચેન્નઇથી દુર કેનેડા સુધી અને મદુરાઇથી મલેશિયા સુધી, નમક્કલથી ન્યૂયોર્ક સુથી તથા સેલમથી દક્ષિણ આફ્રિકા સુધી પોંગલ અને પુથાંડુ જેવા કહેવારોને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આપણે અહી તમિલનાડુની વિકાસ યાત્રાનું જશ્ન મનાવવા ભેગા થયા છીએ. 
Tags :
Advertisement

.

×