ટાટા ગ્રુપની સુપર એપ આજે થશે લોન્ચ, જીઓ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમને આપશે ટક્કર
ટાટા ડિજિટલ વિશ્વમાં મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. કંપની આજે તેની મોબાઈલ એપ Tata Neu લોન્ચ કરવા જઈ રહી છે. તે એક પ્રકારની ઓલ-ઇન-વન એપ છે. આ એપ દ્વારા યુઝર્સ શોપિંગ અને પેમેન્ટ પણ કરી શકશે. ટાટાની આ એપ Jio, Amazon અને Googleને ટક્કર આપી શકે છે.તમામ કામ એક જ એપથી થશેTata Neu એક સુપર એપની જેમ કામ કરશે. એપની મદદથી યુઝર્સ તેમની રોજીંદી ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક્સ શોપિંગથી લઈને ફ્લાઈટ અને હોલિડે બુકિંગ કરી શકશે. યુઝà
08:21 AM Apr 07, 2022 IST
|
Vipul Pandya
ટાટા ડિજિટલ વિશ્વમાં મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. કંપની આજે તેની મોબાઈલ એપ Tata Neu લોન્ચ કરવા જઈ રહી છે. તે એક પ્રકારની ઓલ-ઇન-વન એપ છે. આ એપ દ્વારા યુઝર્સ શોપિંગ અને પેમેન્ટ પણ કરી શકશે. ટાટાની આ એપ Jio, Amazon અને Googleને ટક્કર આપી શકે છે.
તમામ કામ એક જ એપથી થશે
Tata Neu એક સુપર એપની જેમ કામ કરશે. એપની મદદથી યુઝર્સ તેમની રોજીંદી ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક્સ શોપિંગથી લઈને ફ્લાઈટ અને હોલિડે બુકિંગ કરી શકશે. યુઝર્સને એપમાં એર એશિયાની ફ્લાઈટ્સ અને તાજ ગ્રુપની હોટલ બુક કરવાની સુવિધા પણ મળશે. ગ્રોસરી શોપિંગ માટે તેમાં બિગ બાસ્કેટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ ઉપરાંત યુઝર્સ એપથી વીજળીનું બિલ પણ ચૂકવી શકશે.
UPIથી પેમેન્ટનો ઓપ્શન
આ એપમાં યુઝર્સને ફાયનાન્સ સંબંધિત સેવાઓ પણ મળશે. વપરાશકર્તાઓ Tata Pay UPI દ્વારા તેમના મિત્રો અને પરિવારના સભ્યોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલી શકશે. એપમાં સરકારી UPI અને EMI ઓફરના વિકલ્પો પણ મળશે. વપરાશકર્તાઓને ઓનલાઈન અથવા અન્ય રીતે ખરીદી કરનારા વપરાશકર્તાઓને રિવોર્ડ પોઈન્ટ તરીકે NeuCoins પણ આપવામાં આવશે.
Android અને iOS માટે ઉપલબ્ધ
ટાટાની આ એપ એન્ડ્રોઇડ તેમજ iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. ટાટા આ એપ પર ઘણા સમયથી કામ કરી રહ્યા હતા. એપ દ્વારા ટાટા યુઝર્સને બહેતર ડિજિટલ અનુભવ આપવાનો પ્રયાસ કરી રહી છે. Tata Neu એપના આગમન સાથે Paytm અને MobiKwikનું ટેન્શન વધી શકે છે.
ટાટા જૂથની બહુચર્ચિત "સુપર-એપ" Tata Neu, આજે ગુરુવારે લૉન્ચ કરવામાં આવશે, જે ટાટા ગ્રૂપ દ્વારા દરેક ડિજિટલ સેવાને એક પ્લેટફોર્મ પર લાવશે. આ એપ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે સાંજે 7:30 વાગ્યે IPL મેચ સાથે લાઇવ થશે.
Next Article