ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટીમ ઈન્ડિયાએ કરી સમુદ્ર કિનારે મસ્તી, બોટિંગ અને વોલીબોલની લીધી મજા, જુઓ Video

ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ હાઈપ્રોફાઈલ ટૂર્નામેન્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. આ જબરદસ્ત શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ દુબઈમાં સંપૂર્ણ મસ્તી કરવાના મૂડમાં છે. ભારત પાસે સમય પણ છે, તેથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના તમામ ખેલાડીઓ દરિયા કિનારે મસ્તી કરતા અને ફરતા જોવા મળ્યા હતા.એશિયા કપ 2022માં ભારત ડિફેન્ડàª
05:08 AM Sep 03, 2022 IST | Vipul Pandya
ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ હાઈપ્રોફાઈલ ટૂર્નામેન્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. આ જબરદસ્ત શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ દુબઈમાં સંપૂર્ણ મસ્તી કરવાના મૂડમાં છે. ભારત પાસે સમય પણ છે, તેથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના તમામ ખેલાડીઓ દરિયા કિનારે મસ્તી કરતા અને ફરતા જોવા મળ્યા હતા.એશિયા કપ 2022માં ભારત ડિફેન્ડàª

ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ હાઈપ્રોફાઈલ ટૂર્નામેન્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. આ જબરદસ્ત શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ દુબઈમાં સંપૂર્ણ મસ્તી કરવાના મૂડમાં છે. ભારત પાસે સમય પણ છે, તેથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના તમામ ખેલાડીઓ દરિયા કિનારે મસ્તી કરતા અને ફરતા જોવા મળ્યા હતા.
એશિયા કપ 2022માં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહ્યું છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમે પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતું. આ પછી, બીજી મેચમાં તેણે હોંગકોંગને 40 રને હરાવ્યું છે.
ભારત એશિયા કપમાં ગ્રુપ Aનો એક ભાગ છે જ્યાં તેની પાસે પાકિસ્તાન અને હોંગકોંગની ટીમો છે. ભારતીય ટીમે પોતાના ગ્રુપમાં એક પછી એક બે જીત નોંધાવી હતી. આ બે શાનદાર જીત બાદ ભારતે ટૂર્નામેન્ટના સુપર ફોરમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે.
ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની બંને મેચ દુબઈમાં જ રમી હતી. એટલે કે રોહિત એન્ડ કંપની એશિયા કપ માટે રવાના થયા બાદથી સતત દુબઈમાં છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયા દુબઈના પામ જુમૈર રિસોર્ટમાં રોકાઈ રહી છે જે સમુદ્રની એકદમ નજીક સ્થિત છે.
ભારતીય ખેલાડીઓની મસ્તીનો વિડીયો ટ્વિટર પર ક્રિકેટ ચાહકો સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ટીમના અન્ય તમામ ખેલાડીઓ દરિયામાં બોટિંગ કરતા અને મસ્તી કરતા જોવા મળે છે.
આ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓએ બીચ વોલીબોલની મજા પણ માણી હતી. તમામ ખેલાડીઓને બીચ વોલીબોલ રમતા જોઈને તેમની શાનદાર ફિટનેસનો અંદાજ લગાવી શકાય છે.
ટીમ ઈન્ડિયાની આ મજામાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ સામેલ થયો હતો. જોકે, તે જમણા ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે, જેનો અર્થ છે કે તે આ ટૂર્નામેન્ટમાં આગળ રમતા જોવા મળશે નહીં.
ટીમ ઈન્ડિયાનો યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સમુદ્રના મોજા પર સર્ફિંગ કરતી વખતે પોતાના શરીરનું પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે અને હવે સુપર 4નો સમય આવી ગયો છે. ત્રણ ટીમોના બે જૂથમાંથી એક-એક ટીમ, ગ્રુપ Aમાંથી હોંગકોંગ અને ગ્રુપ Bમાંથી બાંગ્લાદેશ બહાર થઈ ગઈ હતી, જ્યારે ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ લીગ સ્ટેજની મેચ જીતીને સુપર 4માં જગ્યા બનાવી હતી. હવે આ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે અને ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈમાં ટોચની બે ટીમો વચ્ચે રમાશે.
આ પણ વાંચો - શ્રીલંકાની બાંગ્લાદેશ સામે જીત બાદ સુપર 4 સ્ટેજનું શેડ્યૂલ સ્પષ્ટ, જાણો કોણ કોની સામે રમશે
Tags :
AsiaCupAsiaCup2022CricketFunGujaratFirstRohitSharmaSeaSideSportsTeamIndiaViratKohli
Next Article