રશિયાની સ્કૂલમાં ભયાનક હુમલો, 7 વિદ્યાર્થીઓ સહિત 13ના મોત, હુમલાખોરે પોતાનો જીવ લીધો
રશિયા (Russia)માં એક સ્કૂલમાં અંધાધૂન ગોળીબાર (Firing) થયો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે ગોળીબાર કરનાર વ્યક્તિએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. રશિયાની મીડિયા સંસ્થા RT અનુસાર, સોમવારે ઇઝેવસ્ક શહેરની એક શાળામાં થયેલા ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા.શંકાસ્પદ વ્યક્તિએ કાળી ટી-શર્ટ પહેરેલી હતીમળતી માહિતી અનુસાર પીડિતોમાંથી 7 શહેરની શાળા નંબર 88ના વિàª
12:52 PM Sep 26, 2022 IST
|
Vipul Pandya
રશિયા (Russia)માં એક સ્કૂલમાં અંધાધૂન ગોળીબાર (Firing) થયો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે ગોળીબાર કરનાર વ્યક્તિએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. રશિયાની મીડિયા સંસ્થા RT અનુસાર, સોમવારે ઇઝેવસ્ક શહેરની એક શાળામાં થયેલા ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા.
શંકાસ્પદ વ્યક્તિએ કાળી ટી-શર્ટ પહેરેલી હતી
મળતી માહિતી અનુસાર પીડિતોમાંથી 7 શહેરની શાળા નંબર 88ના વિદ્યાર્થીઓ હતા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે હુમલા બાદ બંદૂકધારીએ આત્મહત્યા કરી લીધી. તેની ઓળખ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિએ સ્કી માસ્ક અને નાઝી પ્રતીકો સાથેનું કાળું ટી-શર્ટ પહેર્યું હોવાનું કહેવાય છે.
આજે ઉદમુર્તિયામાં દુર્ઘટના બની
રિપબ્લિક ઓફ ઉદમુર્તિયાના ગવર્નર એલેક્ઝાન્ડર બુરચાલોવના જણાવ્યા અનુસાર, પીડિતોમાંથી એકની ઓળખ શાળાના સુરક્ષા ગાર્ડ તરીકે કરવામાં આવી છે. "આજે ઉદમુર્તિયામાં એક દુર્ઘટના બની," તેમણે પત્રકારોને જણાવ્યું. તે જ સમયે, શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે શાળામાં ફાયરિંગ થયું હતું તે શાળાને ખાલી કરાવવામાં આવી છે.
ઇઝેવસ્ક શહેરમાં 6 મિલિયનથી વધુ લોકો રહે છે
ઘટનાસ્થળના ફૂટેજમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઈમારતમાંથી ભાગતા જોવા મળ્યા હતા. આ સાથે જ પીડિતોને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા છે. વર્ગખંડની અંદરના ફોટા જ્યાં વિદ્યાર્થીઓએ શૂટિંગ દરમિયાન પોતાને બેરિકેડ કર્યા હતા તે પણ ઓનલાઈન દેખાયા હતા. રશિયન પ્રજાસત્તાક ઉદમુર્તિયાની રાજધાની ઇઝેવસ્કમાં 630,000 લોકો રહે છે.
Next Article