બારડોલીમાં ચડ્ડી- બનીયાનધારી ગેંગનો આતંક, જુઓ video
સુરતના બારડોલીમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. કડોદ નજીક આવેલી નેચર વિલા સોસાયટીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી જો કે રહીશો જાગી જતા ચોરીનો પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતના બારડોલી વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. બારડોલીના કડોદ નજીક આવેલી નેચર વિલા સોસાયટીમાં તસ્કરો ચોરી કરવા માટે ત્રાટક્યા હતા. અહી ચડ્ડી બનિયાનધારી ગેંગના સાગરીતો ચોરી કરવાના ઈરાદે પહોચ્યા હતા પરંતુ રહીશો જાગી જતા ચોરી થઇ શકી ન હતી. રહીશો જાગી જતા ચડ્ડી બનિયાન ધારી ગેંગના સભ્યો ફરાર થઇ ગયા હતા
સ્થાનિકોએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા આ સમગ્ર ઘટના સામે આવી છે. જેમાં ચડ્ડી બનિયાન ધારી તસ્કરો ચોરી કરવા માટે રેકી કરતા હોય તેમ દેખાઈ રહ્યું છે. જો કે તસ્કરો અહી ચોરી કરવામાં સફળ રહ્યા નથી. પરંતુ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ આવા તસ્કરોને પોલીસ ઝડપી પાડે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે
મહત્વનું છે કે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી વરસી રહી છે. મોટા ભાગે લોકો ગરમીથી બચવા અગાસી અથવા રૂમના ઉપરના માળે નિંદ્રા માણવા જતા હોય છે ત્યારે આવા તકનો લાભ લઈને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. બારડોલીમાં પણ ચડ્ડીબનિયાન ધારી ગેંગના તસ્કરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી પરંતુ રહીશો જાગી જતા આ ચોરીનો પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા.
અહેવાલ- ઉદય જાદવ,સુરત
આપણ વાંચો- ગેનીબેન ઠાકોરનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર