Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શોપિયાંમાં બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર આતંકવાદીઓએ નામ પૂછી ગોળીઓ ચલાવી, એકનું મોત

જમ્મુ અને કાશ્મીરમાં આજે કાશ્મીર ઝોન પોલીસે માહિતી આપી કે આતંકવાદીઓએ શોપિયાંના ચોટીપોરામાં એપલ ઓર્ચાર્ડમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલા દરમિયાન પંડિત સમુદાયના એક વ્યક્તિનું મોત થયું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહેલા દેશમાં મંગળવારે ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.  છેલ્લાં ઘણાં સમ
શોપિયાંમાં બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર આતંકવાદીઓએ નામ પૂછી ગોળીઓ ચલાવી  એકનું મોત
Advertisement
જમ્મુ અને કાશ્મીરમાં આજે કાશ્મીર ઝોન પોલીસે માહિતી આપી કે આતંકવાદીઓએ શોપિયાંના ચોટીપોરામાં એપલ ઓર્ચાર્ડમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલા દરમિયાન પંડિત સમુદાયના એક વ્યક્તિનું મોત થયું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહેલા દેશમાં મંગળવારે ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.  છેલ્લાં ઘણાં સમયથી કાશ્મીરી હિન્દુઓ પર હુમલાઓ વધી રહ્યાં છે. ટાર્ગેટ કિલિંગના ભયના ઓથાર તળે જીવતા કાશ્મીરી હિન્દુઓએ તળેટી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાંથી સેન્ટ્રસ કાશ્મીરમાં શિફ્ટ કરાયા છે. 

ફરી એકવાર કાશ્મીર પંડિતો નિશાને
કાશ્મીર ઝોન પોલીસે આ ઘટનાની જાણકારી આપી છે. આ પહેલાં શુક્રવારે જ આતંકીઓએ બાંદીપોરામાં બિહારના રહેવાસી મોહમ્મદ અમરેજની હત્યા કરી હતી. કાશ્મીર ઝોન પોલીસે માહિતી આપી હતી કે શોપિયાંના ચોટીપોરામાં એપલના બગીચામાં આતંકવાદીઓએ આજે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન  કાશ્મીરના લઘુમતી સમુદાયના એક વ્યક્તિનું મોત થયું છે. તે જ સમયે, અન્ય એક કાશ્મીરી પંડિત આ હુમલામાં ઘાયલ થયો છે. ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે. અહેવાલ છે કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મૃતકનું નામ સુનીલ કુમાર ભટ્ટ છે અને ભાઈનું નામ પિન્ટુ કુમાર જણાવવામાં આવી રહ્યું છે.
સોમવારે જ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો
ભાષા અનુસાર, સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે ગ્રેનેડ હુમલામાં લઘુમતી સમુદાયના એક નાગરિક સહિત બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ એક કલાકની અંદર બે ગ્રેનેડ હુમલા કર્યા. પ્રથમ હુમલો બડગામ જિલ્લાના ચદૂરા ખાતે લઘુમતી વસાહતમાં કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો હુમલો શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર કરવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. 
બાંદીપોરામાં બિહારના એક વ્યક્તિની હત્યા
બિહારના મજૂર અમરેજની શુક્રવારે બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પહેલા પુલવામાના ગદૂરા ગામમાં આતંકીઓએ બિહારના એક મજૂરની હત્યા કરી નાખી હતી. ઘાયલની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે.
Advertisement
Tags :
Advertisement

.

×