Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુલવામામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી કર્યો હુમલો, એકનું મોત, બે ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યું છે. આ આતંકી ઘટનામાં એક મજૂરના મોત થઈ ગયા છે અને બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે  આ જાણકારી આપી છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે. મૃતક મજૂરની ઓળખ બિહારના સકવા પરસા નિવાસી મોહમ્મદ મુમતાઝના રૂપમાં થઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્àª
પુલવામામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી કર્યો હુમલો  એકનું મોત  બે ઘાયલ
Advertisement

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યું છે. આ આતંકી ઘટનામાં એક મજૂરના મોત થઈ ગયા છે અને બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે  આ જાણકારી આપી છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે.

મૃતક મજૂરની ઓળખ બિહારના સકવા પરસા નિવાસી મોહમ્મદ મુમતાઝના રૂપમાં થઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તની ઓળખ બિહારના રામપુર નિવાસી મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મજબૂલના રૂપમાં થઈ છે, બંને સ્થિર છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પરંતુ આ પહેલાના હુમલામાં કોઈ નુકસાન થયું નહોતું.

Advertisement

Advertisement

પોલીસ પાર્ટી પર પણ થયો હતો હુમલો
આ પહેલા જમ્મુ-કાશ્મીરના અલોચીબાગ વિસ્તારમાં પણ આતંકીઓએ એક પોલીસ દળ પર હુમલો કર્યો હતો, પરંતુ જવાબી કાર્યવાહી થવા પર તે ભાગી ગયા હતા. પાછલા મંગળવારે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક પોલીસ ચોકી પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યું હતું. 

Tags :
Advertisement

.

×