મહારાષ્ટ્રના રાજકારણ નવો વળાંક લાવવાની તૈયારીમાં ઠાકરે બંધુઓ
Maharashtra Politics : મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં એક નવા વળાંક પર આવી પહોંચ્યું છે. બે દાયકા બાદ શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે એક મંચ પર આવ્યા, જે રાજ્યના રાજકીય અને સામાજિક વાતાવરણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે.
Advertisement
Maharashtra Politics : મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં એક નવા વળાંક પર આવી પહોંચ્યું છે. બે દાયકા બાદ શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે એક મંચ પર આવ્યા, જે રાજ્યના રાજકીય અને સામાજિક વાતાવરણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે. આ ઐતિહાસિક પુનર્મિલનનું કારણ છે મરાઠી ભાષા અને અસ્મિતાને લઈને ચાલતો વિવાદ, જેમાં મહાયુતિ સરકારની ત્રણ ભાષા નીતિનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ આ વિવાદે ગુજરાતી સમુદાય સાથેના સંબંધોને પણ ચર્ચામાં લાવ્યા છે, જેમાં ઠાકરે બંધુઓની નીતિઓ અને MNS ના કાર્યકરોની કથિત ગુંડાગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
Advertisement