Tharad: રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે હસ્તકલા સાથે જોડાયેલા કારીગરો સાથે કરી ચર્ચા
Tharad: થરાદ સ્થિત શિવનગરની રાજ્ય સરકારના ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે મુલાકાત લીધી હતી, જેમાં તેમની સાથે નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ અહીં હસ્તકલા સાથે જોડાયેલા કારીગરો અને ખાસ કરીને 300 થી વધુ મહિલાઓ સાથે સીધી વાતચીત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.
Advertisement
Tharad: થરાદ સ્થિત શિવનગરની રાજ્ય સરકારના ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે મુલાકાત લીધી હતી, જેમાં તેમની સાથે નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ અહીં હસ્તકલા સાથે જોડાયેલા કારીગરો અને ખાસ કરીને 300 થી વધુ મહિલાઓ સાથે સીધી વાતચીત કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલાની વસ્તુઓનો વેપાર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહ્યો છે, જે 'સ્વદેશી અપનાવો'ના નારાને સાર્થક કરી રહ્યું છે. હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહન આપવા અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી મંત્રીએ આ મુલાકાત યોજી હતી, જેથી સ્થાનિક કક્ષાએ રોજગારીની વધુ તકોનું સર્જન થઈ શકે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


