Banaskantha: પાણીની તંગી વચ્ચે થાવરનું દૂધ ઉત્પાદન મોડલ, પશુપાલનથી સમૃદ્ધ બન્યું ગામ
Banaskantha: જ્યારે કુદરતી સંસાધનો ખૂટી પડે ત્યારે મનુષ્યની સૂઝબૂઝ અને મહેનત કેવી રીતે નવો ઇતિહાસ રચી શકે છે, તેનું જીવંત ઉદાહરણ બનાસકાંઠા (Banaskantha)નું થાવર ગામ (Thavar Village) છે. એક સમયે ખેતી પર નિર્ભર રહેતું આ ગામ આજે એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન (Dairy Farming) કરતા ગામોમાં મોખરે છે. 9 હજારની વસ્તી ધરાવતું આ ગામ વાર્ષિક 100 કરોડ રૂપિયાથી વધુનો દૂધનો વેપાર કરીને આર્થિક સમૃદ્ધિનું નવું શિખર સર કરી રહ્યું છે.વર્ષો પહેલા થાવર ગામમાં પાણીની પુષ્કળ સુવિધા હતી અને ખેડૂતો પરંપરાગત ખેતી દ્વારા ગુજરાન ચલાવતા હતા. પરંતુ સમય જતાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા ગયા અને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ. જમીન હોવા છતાં સિંચાઈના અભાવે ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં હતા. આ કપરા સમયે ગામના લોકોએ હાર ન માની અને પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવ્યો. આજે પરિસ્થિતિ એવી છે કે ખેતી છોડીને લોકોએ પશુપાલનને જ પોતાનું મુખ્ય આવકનું સાધન બનાવી લીધું છે.થાવર ગામની દૂધ મંડળી આજે એક કોર્પોરેટ ઓફિસ જેવી સક્રિયતા અને આર્થિક ક્ષમતા ધરાવે છે. મંડળીના આંકડાઓ તેની સફળતાની સાક્ષી પૂરે છે.


