ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક અને યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ 2019-20 થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત- યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિ
02:09 PM Jan 19, 2023 IST | Vipul Pandya
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક અને યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ 2019-20 થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત- યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક અને યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ 2019-20 થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત- યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ યાત્રાધામ પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓ માંથી કુલ 313 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૯ થી ૩૫ વર્ષના કુલ ૨૫૬ યુવાનો અને ૫૭ યુવતીઓ જોડાયા હતા. જેઓએ પાવાગઢ માંચીથી શરૂ કરી દુધીયા તળાવ સુધી ૨૨૦૦થી વધુ પગથિયાં પર આરોહણ  અવરોહણ કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી અને પ્રાંત અધિકારીશ્રી હાલોલ દ્વારા ફ્લેગ ઑફ કરીને સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી.
28  મિનિટ 30  સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
આ સ્પર્ધામાં વિજેતા ભાઈઓ તથા બહેનોને ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા સહિત વિવિધ અધિકારીગણ મહાનુભાવો હસ્તક પ્રમાણપત્ર અને E-Pay દ્વારા ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં ભાઈઓની કેટેગરી અંતર્ગત પંચમહાલના શહેરા તાલુકાના કવાલી ગામનાશ્રી અશ્વિન ડિંડોર કે જેઓએ ગત વર્ષના રેકોર્ડને બ્રેક કરી 28  મિનિટ 30  સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, 
જ્યારે બહેનોની કેટેગરીમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સુર્યા ગામના સીતાબેન ચારેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. બંને સ્પર્ધકોએ 25-25 હજારનું ઇનામ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું. આ બંને કેટેગરીમાં વિજેતા 1 થી 10  ભાઈઓ અને 1  થી10 બહેનોને કુલ રૂ 23,4000 ના ઈનામ  E-Pay દ્વારા તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. હવે પછી આ સ્પર્ધકો ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ગિરનાર મુકામે યોજાનાર રાષ્ટ્રકક્ષાની આરોહણ  અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે. 
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 500  વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું 
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીએ જણાવ્યું હતું કે સ્વસ્થ શરીર અને યોગ્ય આહાર દ્વારા શારીરિક રીતે તંદુરસ્ત બની સર્વાંગી વિકાસ થકી સશક્ત રાષ્ટ્ર તરફ પ્રયાણ કરવું જોઈએ. ત્યારે ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 500  વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું અને આજે પવિત્ર પાવાગઢની ધરતી પર ત્રીજા આરોહણ - અવરોહણ સ્પર્ધા યોજાઈ તે ગૌરવ સમાન બાબત છે. પ્રધાનમંત્રીનું વિઝન છે કે દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તો આપણે સૌ કોઈએ આ દિશામાં આગળ વધવાની જરૂર છે. આ સાથે તેમણે વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા,પ્રાંત અધિકારીશ્રી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રમતગમત અધિકારીશ્રીવિવિધ કોચ, પાવાગઢ ટ્રસ્ટી મંડળના સભ્યશ્રી ઓમહાનુભાવો સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
આપણ  વાંચો- ગુડ સમરીટન એવોર્ડ યોજના રીલોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન વોઈસ કોન્ફરન્સ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajicompetitionwasheldGujaratFirstPavagadhstatelevelTertiaryAscension
Next Article