માતાના મઢમાં યોજાતી 450 વર્ષ જૂની પતરી વિધિ રાજ પરિવારના બંને પક્ષે વારાફરતી સંપન્ન કરી
કચ્છ (Kutch)ની કુળદેવી આઈ શ્રી આશપુરા માતાજી (Ashpura Mataji)ના સ્થાનક માતાના મઢ ખાતે છેલ્લા 450 વર્ષથી જિલ્લાની સુખાકારીના આશિષ મેળવવા માતાજીની મૂર્તિ પર પતરી રાખી તેને ઝીલવાની ધાર્મિક રસમ રાજ પરિવાર (Royal family)દ્વારા કરવામાં આવતી રહી છે. ત્યારે અશ્વિન નવરાત્રિ (Ashwin Navratri)ની આઠમના સવારે યોજાતી પતરી વિધિ માટે રાજ પરિવારના બે પક્ષ વચ્ચે પતરી વિધિ કરવા માટે હક્ક દાવા સામે આવતા રહ્યા છે. અને મામલો કોર્ટ સà«
10:09 AM Oct 04, 2022 IST
|
Vipul Pandya
કચ્છ (Kutch)ની કુળદેવી આઈ શ્રી આશપુરા માતાજી (Ashpura Mataji)ના સ્થાનક માતાના મઢ ખાતે છેલ્લા 450 વર્ષથી જિલ્લાની સુખાકારીના આશિષ મેળવવા માતાજીની મૂર્તિ પર પતરી રાખી તેને ઝીલવાની ધાર્મિક રસમ રાજ પરિવાર (Royal family)દ્વારા કરવામાં આવતી રહી છે. ત્યારે અશ્વિન નવરાત્રિ (Ashwin Navratri)ની આઠમના સવારે યોજાતી પતરી વિધિ માટે રાજ પરિવારના બે પક્ષ વચ્ચે પતરી વિધિ કરવા માટે હક્ક દાવા સામે આવતા રહ્યા છે. અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયા બાદ ગત વર્ષે રાણી પ્રીતિદેવીબાના હસ્તે પતરી વિધિ કરાયા બાદ આ વર્ષે મ.કુ. હનુમંતસિંહજી (Hanumant Singhji)દ્વારા નવરાત્રિ પૂર્વેજ આ વખતે પતરી વિધિ તેમના દ્વારા કરવામાં આવશે એવી ઘોષણા કરી દીધા બાદ તૈયારીઓ આરંભી દીધી હતી. તેમના દાવાને માતાના મઢ મંદિર જાગીર અધ્યક્ષ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું હતું. અંતે વિવાદ વચ્ચે આજે રાજ પરિવારના બંને પક્ષ દ્વારા પતરી ઝીલવાની વિધિ રાજ પરિવારના મોટી સંખ્યમાં ઉપસ્થિત સભ્યો, પોલીસ બંદોબસ્ત સાથે સંપન્ન થયો હતો. સાડા ચાર સદી જૂની આસ્થાના પ્રસંગે પ્રથમ વખત આઠમના દિવસે બે વખત પતરી ઝીલવાની વિધી યોજાઈ છે. અને એક સાપ્તાહથી ઉત્કંઠા જગાવનાર વિવાદનો હાલ ઘડી સમી ગયો છે.
પ્રથમ મ.કુ. હનુમંતસિંહજી દ્વારા પતરી વિધિ યોજાઈ
માતાના મઢ ખાતે મા આશપુરાના સાનિધ્યમાં આસોની આઠમના સવારે પતરીવિધિ માટે જાગીર ટ્રસ્ટ દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પુરી કરી લીધી હતી. અને સાતમની પૂર્વ સંધ્યાથી રાજ પરિવારના બંને પક્ષ દ્વારા ભૂજ ખાતેના આશપુરા માતાજીના મંદિરે ચામર ઉપાડવાની એક બાદ એક કરી હતી. અને માતાના મઢે પતરી વિધિ કરવા માટે પોત પોતાના નિર્ણયો જાહેર કરાયા હતા. જોકે ભારે ચર્ચા જગાવનાર પતરી વિવાદ આજે શાંતિપૂર્ણ રીતે સમી ગયો હતો. અને વહેલી સવારે પ્રથમ રાજ પરિવારના મ.કુ.હનુમંતસિંહજી તેમના પરિજનો અને કાફલા સાથે માતાનામઢ મંદિરમાં મા આશપુરાની મૂર્તિ સન્મુખ ઉભા રહી પતરી વિધિ ઝીલી હતી. અને જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. અને ત્યારબાદ પ્રીતિદેવીબાએ પણ મંદિરમાં આવી મા આશાપુરાની મૂર્તિ પરની પતરી પાલવમાં ઝીલી કચ્છના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પતરી વિધિ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
સમગ્ર જિલ્લાના લોકોની આસ્થા સાથે સંકળાયેલી પતરી વિધિ શું છે?
માતાનામઢ ખાતેના મા આશાપુરાના મંદિરે અશ્વિન નવરાત્રિની આઠમના વહેલી સવારે કચ્છ રાજ પરિવાર દ્વારા જિલ્લાના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે અને પતરી નમક વનસ્પતિ નજીકના પર્વતી વિસ્તારમાંથી મંદિરના ભાવિકો દ્વારા એકત્ર કરવામાં આવે છે. જેને આઠમની વહેલી પ્રભાતે માતાજીની મૂર્તિની જમણી તરફ બાજુ પર રાખવામાં આવે છે. અને ઘંટારવ સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. આ દરમ્યાન રાજ પરિવારના એક સભ્ય માતાજી સન્મુખ ઝોળી ફેલાવી ઉભા રહે છે. અને માતાજીની મૂર્તિ પર રાખેલી પતરી આપમેળે ઝોળીમાં આવી પડે છે. જે માતાજીના સાક્ષાત આશિષ સ્વરૂપ માનવામાં આવે છે. આસ્થા દર્શાવતી પતરી વિધિ છેલ્લા 450 વર્ષથી રાજ ઘરાના દ્વારા યોજાતી રહી છે.
Next Article