ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશના 49માં ચીફ જસ્ટીસ થયાં નિવૃત્ત, આ મહત્વના ચુકાદાઓ આપ્યા, જાણો

દેશના 49માં ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિત (CJI UU Lalit) આજે નિવૃત્ત થયાં છે. 27 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બનેલા ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ 74 દિવસનો રહ્યો તેમણે પોતાના કાર્યકાળમાં ઘણાં મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. CJI યૂ.યૂ.લલિત દેશના અનેક મહત્વના ચુકાદા આપ્યા અને જેના લીધે તેઓ હંમેશા સમાચારમાં રહ્યાં.CJI યૂ.યૂ.લલિત ઓછા સમયમાં એટલું કર્યું કે, તેમના પછી આ પદ પર આવનારા જસ્ટીસ ધનંજય ચંદ્ર
06:55 PM Nov 08, 2022 IST | Vipul Pandya
દેશના 49માં ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિત (CJI UU Lalit) આજે નિવૃત્ત થયાં છે. 27 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બનેલા ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ 74 દિવસનો રહ્યો તેમણે પોતાના કાર્યકાળમાં ઘણાં મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. CJI યૂ.યૂ.લલિત દેશના અનેક મહત્વના ચુકાદા આપ્યા અને જેના લીધે તેઓ હંમેશા સમાચારમાં રહ્યાં.CJI યૂ.યૂ.લલિત ઓછા સમયમાં એટલું કર્યું કે, તેમના પછી આ પદ પર આવનારા જસ્ટીસ ધનંજય ચંદ્ર
દેશના 49માં ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિત (CJI UU Lalit) આજે નિવૃત્ત થયાં છે. 27 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બનેલા ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ 74 દિવસનો રહ્યો તેમણે પોતાના કાર્યકાળમાં ઘણાં મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. CJI યૂ.યૂ.લલિત દેશના અનેક મહત્વના ચુકાદા આપ્યા અને જેના લીધે તેઓ હંમેશા સમાચારમાં રહ્યાં.
CJI યૂ.યૂ.લલિત ઓછા સમયમાં એટલું કર્યું કે, તેમના પછી આ પદ પર આવનારા જસ્ટીસ ધનંજય ચંદ્રચૂડને તેમના વિદાય સમારોહમાં કહેવું પડ્યું કે, મને અહેસાસ છે કે મારી સામે કેટલી મોટી જવાબદારી છે કારણ કે તમે વાસ્તવમાં ચીફ જસ્ટીસ પદ પર રહીને લોકોની અપેક્ષા ખુબ વધારી દીધી છે.
23 હજાર કેસની પતાવટ કરી
CJI યૂ.યૂ. લલિતે પોતાના કાર્યકાળમાં 10 હજારથી વધારે કેસોની પતાવટ કરી જ્યારે 13 હજાર એવા કેસો જે વકિલો તરફથી ટેક્નિકલ ખામીઓ દૂર નહી કરવાને લીધે વર્ષોથી પેન્ડિંગ હતા, તેના વકિલોને ખામીઓ દૂર કરવાનો છેલ્લી તક આપી તે બાદ આ કેસોનો નિકાલ કરી દીધો. આમ તેમના કાર્યકાળમાં 23 હજાર કેસની પતાવટ થઈ.
વકિલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યા
યૂ.યૂ. લલિત 13 ઓગસ્ટ 2014ના રોજ સુપ્રીમ કોર્ટના જજ નિયૂક્ત થયાં હતા. તેની પહેલા તેમની ગણના દેશના સૌથી મોટા વકિલોમાં થતી હતી. સામાન્ય રીતે હાઈકોર્ટના જજ સુપ્રીમ કોર્ટના જજ બનતા હોય છે પણ તેઓ CJI જેવા મહત્વના બંધારણીય પદ પર પહોંચનારા બીજા એવા વ્યક્તિ હતા જેઓ સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. આ પહેલા 1971માં દેશના 13માં મુખ્ય ન્યાયાધીશ એસ.એમ.સીકરીએ આ ઉપલબ્ધી હાંસલ કરેલી હતી.
EWS પર નિર્ણય
જસ્ટીસ લલિતના કાર્યકાળના છેલ્લા દિવસે તેમની અધ્યક્ષતાવાળી 5 જજોની બેંચે બહુમતીથી સામાન્ય વર્ગના ગરીબોને આપેલા 10% અનામતને યથાવત્ રાખવાનો નિર્ણય આપ્યો હતો. જોકે આ નિર્ણયમાં જસ્ટીસ લલિત અલ્પમત રહ્યાં. તેમણે EWS અનામતને અયોગ્ય બતાવનારા જજના નિર્ણય સાથે સહમતિ વ્યક્ત કરી હતી.
તીન તલાક સહિત અનેક મોટા નિર્ણયો
  • સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળમાં જસ્ટીસ લલિત અનેક મોટા નિર્ણયનો ભાગ રહ્યાં છે. 22 ઓગસ્ટ 2017ના રોજ તીન તલાકને અસંવૈધાનિક ગણાવનારી 5 જજોની બેંચના તેઓ સભ્ય હતા.
  • 30 એપ્રિલ  2021ના રોજ જસ્ટીસ લલિતની અધ્યક્ષતાવાળી બેંચે રાજદ્રોહના કેસોમાં લાગતી IPCની કલમ 124Aની માન્યતા અંગે કેન્દ્ર સામે નોટિસ જાહેર કરી.
  • જસ્ટીસ લલિતે અવમાનના કેસમાં ભાગેડૂ વિજય માલ્યાને 4 મહિનાની સજા આપી.
  • બાળકોને યૌન શૌષણથી બચાવવા પર પણ જસ્ટીસ લલિતે મહત્વનો આદેશ કર્યો.
આ પણ વાંચો - વડાપ્રધાશ્રીએ વૈશ્વિક ભાઈચારાનો વિચાર દર્શાવતો G-20ના લોગો અને થીમનું અનાવરણ કર્યું
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CJIIndiaCJILalitCJILalitRetiresCJIRetiresGujaratFirstUULalit
Next Article