ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આસામના મુખ્યમંત્રીએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ કર્યો

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સિસોદિયાએ PPE કિટના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે સરમાએ તેમની પત્ની રિંકી ભુયાન સરમા સાથે સંકળાયેલી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આ માટે મોટી રકમની ચૂકવણી કરી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. આસામના àª
10:34 AM Jul 01, 2022 IST | Vipul Pandya
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સિસોદિયાએ PPE કિટના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે સરમાએ તેમની પત્ની રિંકી ભુયાન સરમા સાથે સંકળાયેલી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આ માટે મોટી રકમની ચૂકવણી કરી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. આસામના àª
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સિસોદિયાએ PPE કિટના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે સરમાએ તેમની પત્ની રિંકી ભુયાન સરમા સાથે સંકળાયેલી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આ માટે મોટી રકમની ચૂકવણી કરી હતી. 
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા સીએમ શર્માની પત્નીએ પણ સિસોદિયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દિલ્હીના મંત્રીએ કોવિડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) ના કોન્ટ્રાક્ટને લઈને સી.એમ. સરમા પર આરોપો લગાવ્યા હતા.ડે પ્યુટી સીએમ સિસોદિયાએ PPE કિટના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે સરમાએ તેમની પત્ની રિંકી ભૂયણ સરમા સાથે સંબંધિત એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
સિસોદિયાએ કહ્યું હતું કે, 'હિમંતા બિસ્વા સરમાએ તેની પત્નીની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેમજ એક PPE કિટ માટે 990 રૂપિયા ચૂકવ્યા. જો કે અન્ય કંપની પાસેથી રૂ. 600 પ્રતિ નંગના ભાવે કીટની ખરીદી કરી હતી. આ એક મોટો ગુનો છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે આ આક્ષેપો સાબિત કરવા માટે તેમની પાસે પૂરતાં દસ્તાવેજો છે.
જોકે, સરમા દંપતીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. સરમાએ સિસોદિયાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, 'હું તમને ગુવાહાટીમાં જલ્દી મળીશ, કારણ કે તમને ગુનાહિત માનહાનિનો સામનો કરવો પડશે.' ખાસ વાત એ છે કે કોંગ્રેસ, ડાબેરી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસ, આસામ રાષ્ટ્રીય પરિષદે ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી છે.
 આ પણ વાંચો- 

વિવાદાસ્પદ નિવેદન આપનારાં નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર

Tags :
GujaratFirstHimantaBiswaNationalNewsSarmaManishSisodia
Next Article