Gondal : Rajkumar Jat ના કેસમાં, ફોરેન્સિક PM રિપોર્ટમાં અલગ જ દાવો
ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવોની શંકા રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન, ગુદામાં 7 સેમી ઊંડો ચીરો ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે....
09:51 AM Mar 23, 2025 IST
|
SANJAY
- ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો
- રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવોની શંકા
- રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન, ગુદામાં 7 સેમી ઊંડો ચીરો
ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Next Article