ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લગ્નની લાલચ આપી બોયફ્રેન્ડે આચર્યુ દુષ્કર્મ, લગ્ન કરાવવાની લાલચ આપી બોયફ્રેન્ડના પિતાએ બે વાર બાંધ્યો શારીરીક સંબંધ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ અને તેના પિતા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે પહેલા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પછી તેના પિતાએ લગ્ન કરાવી આપવાનું કહીને બે વાર તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો.. આ ઘટના નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.કોસ્મેટિકની દુકાનમાં કામ કરતી હતી યુવતી નિશતપુરા પોલીસ સ્ટેશનનà
06:46 AM Nov 28, 2022 IST | Vipul Pandya
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ અને તેના પિતા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે પહેલા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પછી તેના પિતાએ લગ્ન કરાવી આપવાનું કહીને બે વાર તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો.. આ ઘટના નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.કોસ્મેટિકની દુકાનમાં કામ કરતી હતી યુવતી નિશતપુરા પોલીસ સ્ટેશનનà
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ અને તેના પિતા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે પહેલા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પછી તેના પિતાએ લગ્ન કરાવી આપવાનું કહીને બે વાર તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો.. આ ઘટના નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
કોસ્મેટિકની દુકાનમાં કામ કરતી હતી યુવતી 
નિશતપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર પીડિત યુવતીએ પોલીસ સ્ટેશન આવીને નિવેદન આપ્યું છે કે તે છોલા વિસ્તારમાં કોસ્મેટિકની દુકાનમાં કામ કરે છે. અહીં જ તેની સાથે કામ કરતા યુવક સાથે તેની મિત્રતા થઈ અને બાદમાં પ્રેમ થઈ ગયો.દુકાનની ઉપર બનેલા ગોડાઉનમાં અને જુદી-જુદી હોટલમાં આરોપી યુવકે તેની સાથે ઘણી વખત સંબંધ બાંધ્યો હતો, પરંતુ અનેક વખત કહેવા છતા યુવક લગ્ન માટે ગલ્લા-તલ્લા કરતો હતો. 
યુવકના પિતાએ લગ્ન કરાવી આપવાનું કહી આચર્યુ દુષ્કર્મ 
આખરે યુવતીએ યુવકના પિતાને આ અંગે વાત કરી.. જે બાદ યુવકના પિતાએ યુવતીના લગ્ન પોતાના દિકરા સાથે કરાવી આપવાનું વચન આપી તેની સાથે બે વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ બાદમાં પિતાએ પણ લગ્નને લઇને કોઇ ચોક્કસ જવાબ ન આપતા યુવતીએ પોલીસમાં ફરીયાદ કરવાની ધમકી આપી હતી.. જે બાદ પિતા-પુત્રએ યુવતીને ઘરમાં રાખી હતી, પરંતુ તેના લગ્ન કરાવ્યા ન હતા. અને થોડા દિવસ બાદ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ પીડિતા પોલીસ સ્ટેશન આવી અને તેણે પ્રેમી અને તેના પિતા વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધ્યો છે.. 
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના નિવેદનના આધારે, બોયફ્રેન્ડ અને તેના પિતા વિરુદ્ધ IPCની કલમ 376, 376(m) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો  -   મદરેસાઓના વિદ્યાર્થીઓને હવે નહીં મળે શિષ્યવૃતિ, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
boyfriendfatherFIRGujaratFirstlureMarriagephysicalphysicalrelationshipRapeRelation
Next Article