વરમાળા પહેરાવવા દરમ્યાન જ કન્યા બેભાન થઇ ઢળી પડી, હોસ્પિટલ પહોંચે તે પહેલાજ મોત
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના મલિહાબાદના એક ઘરમાં લગ્નની ખુશી માત્ર ગણતરીની મિનિટોમાં શોકમાં ફેરવાઈ ગઈ... લગ્ન પ્રસંગમાં વરમાળા પહેરાવવા દરમ્યાનજ કન્યાને અચાનક હાર્ટ અટેક આવ્યો અને કન્યાનું મોત થઇ ગયું. ભડવાના ગામના રહેવાસી રાજપાલની પુત્રી શિવાંગીના શુક્રવારે રાત્રે લગ્ન હતા. આ લગ્નમાં જાન લખનૌના બુદ્ધેશ્વરથી આવી હતી. જ્યારે જાન દરવાજા પર પહોંચી ત્યારે દરેકના ચહેરા પર ખુશà«
07:23 AM Dec 04, 2022 IST
|
Vipul Pandya
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના મલિહાબાદના એક ઘરમાં લગ્નની ખુશી માત્ર ગણતરીની મિનિટોમાં શોકમાં ફેરવાઈ ગઈ... લગ્ન પ્રસંગમાં વરમાળા પહેરાવવા દરમ્યાનજ કન્યાને અચાનક હાર્ટ અટેક આવ્યો અને કન્યાનું મોત થઇ ગયું.
ભડવાના ગામના રહેવાસી રાજપાલની પુત્રી શિવાંગીના શુક્રવારે રાત્રે લગ્ન હતા. આ લગ્નમાં જાન લખનૌના બુદ્ધેશ્વરથી આવી હતી. જ્યારે જાન દરવાજા પર પહોંચી ત્યારે દરેકના ચહેરા પર ખુશી હતી. નાસ્તો કર્યા બાદ દ્વાર પૂજાનો પ્રારંભ થયો ત્યાર લોકો ખુશીમાં ઝુમી રહ્યા હતા..વર અને કન્યા પક્ષ બન્ને તરફથી ખુબજ મજાક મસ્તી થઇ રહી હતી.
ચારે બાજુ ખુશીનો માહોલ હતો.વરમાળા સાથે સ્ટેજ પર વરરાજા કન્યાની રાહ જોઈ રહ્યો હતો. બીજી તરફ દુલ્હન પણ તેના મિત્રો સાથે લાલ વસ્ત્રોમાં સજ્જ થઇ હાથમાં માળા લઈને આવી પહોંચી હતી. અચાનક કન્યા સ્ટેજ પર પહોંચી.વર અને કન્યા બંને એકબીજાને હાર પહેરાવવા જઇ રહ્યા હતા ત્યારે એકાએક કન્યા બેભાન થઈને પડી ગઈ.આ જોઈને અફરાતફરી મચી ગઈ હતી.
ત્યાં હાજર સ્વજનો તરત જ કન્યાને ઉંચકીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા જ્યાં ડોક્ટરોએ કન્યાને મૃત જાહેર કરી. દુલ્હનના મોત બાદ બંને પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે..થોડીવારમાં બધી ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી...આ ઘટનાએ સમગ્ર પંથકમાં ઘેરો શોકની લાગણી પેદા કરી છે.
આ પણ વાંચો - આડેધડ હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, હાઇકોર્ટે બહાર પાડવી પડી ગાઇડલાઇન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article