મોરબીના સરકારી દવાખાનામાં આખલો ઘુસી જતાં લોકોમાં ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. આખલો ઘુસી જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે રમૂજ પણ ફેલાઇ ગઇ હતી. મોરબીના સરકારી દવાખાનામાં આખલો ઘુસી ગયો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે એક આખલો સરકારી દવાખાનાના દવાની રુમમાં ઘુસી ગયેલો છે અને દવાઓના બોક્સને વેરણ છેરણ કરી દઇ મસ્ત બનીને રુમàª

મોરબીના સરકારી દવાખાનામાં આખલો ઘુસી જતાં લોકોમાં ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. આખલો ઘુસી જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે રમૂજ પણ ફેલાઇ ગઇ હતી.
મોરબીના સરકારી દવાખાનામાં આખલો ઘુસી ગયો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે એક આખલો સરકારી દવાખાનાના દવાની રુમમાં ઘુસી ગયેલો છે અને દવાઓના બોક્સને વેરણ છેરણ કરી દઇ મસ્ત બનીને રુમમાં ફરે છે. આખલો દવાઓ પણ ખાઇ ગયો હોવાનું જાણવા મળે છે.
વાસ્તવમાં દવાની રુમનો દરવાજો ખુલ્લો રહી જતાં આખલો રુમમાં ઘુસી ગયો હતો. આખલો રુમમાં ઘુસી જતાં દવાખાનાના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી અને આખલાને રુમમાંથી બહાર કાઢવાના પ્રયાસો શરુ કરાયા હતા. બે કલાકની ભારે જહેમત બાદ આખલાને કાબુમાં કરીને રુમમાંથી બહાર કઢાયો હતો.
આ વિડીયો વાયરલ થતાં જ વિડીયો જોઇને લોકો ખુબ હસ્યા હતા અને આખલો જાણે કે દવાખાનામાં સારવાર કરાવવા આવ્યો હોય તેમ જણાઇ રહ્યું હતું. તંત્રની લાપરવાહીના કારણે આખલો દવાના રુમમાં ઘુસી ગયો હતો અને તમામ દવાઓ અસ્ત વ્યસત કરી નાંખીને મોટુ નુકશાન પણ કર્યું હતું.