વિરાટના બેડરૂમનો વીડિયો વાયરલ થવાનો મામલો, અનુષ્કાએ આ રીતે ઠાલવ્યો રોષ
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના બેડરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા પોતાના બેડરૂમનો વીડિયો જોઈને અનુષ્કા શર્મા ગુસ્સે થઈ ગઈ અને તેણે આ વીડિયોને લઇને ભારે રોષ વ્યક્ત કર્યો છે. શું હતી ઘટના ? વિરાટ કોહલીનો એક ફેન કોહલીના હોટલના રૂમની અંદર ગયો અને વિરાà
11:21 AM Oct 31, 2022 IST
|
Vipul Pandya
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના બેડરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા પોતાના બેડરૂમનો વીડિયો જોઈને અનુષ્કા શર્મા ગુસ્સે થઈ ગઈ અને તેણે આ વીડિયોને લઇને ભારે રોષ વ્યક્ત કર્યો છે.
શું હતી ઘટના ?
વિરાટ કોહલીનો એક ફેન કોહલીના હોટલના રૂમની અંદર ગયો અને વિરાટનો સામાન દર્શાવતો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર લીક કરી દીધો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિએ વીડિયોના કેપ્શનમાં 'કિંગ કોહલીનો હોટેલ રૂમ'કેપ્શનમાં લખ્યું હતું.
શું કહ્યું અનુષ્કાએ ?
અનુષ્કા શર્માએ આ વીડિયોને લઇને રોષ વ્યક્ત કરતા કહ્યું કે મેં આ પહેલા પણ આવી ઘટના જોઈ છે જ્યારે ચાહકોએ કંઈપણ વિચાર્યા વિના આવું કૃત્ય કર્યું હોય,પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. કેટલાક લોકો સેલિબ્રિટીને જોઈને વિચારે છે કે તે સેલિબ્રિટી છે , ડીલ કરવી પડશે. પરંતુ જો આપ પણ આવું વિચારો છો તો આપ પણ આ ભૂલનો એક હિસ્સો છો..કોઇ આપના બેડરૂમમાં ઘુસીને આ પ્રકારનો વીડિયો વાયરલ કરે તો ?
શું કહ્યું વિરાટે ?
આ વીડિયોને શેર કરતા વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ લખ્યું હું સમજું છું કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે અને તેમને મળવા માટે ઉત્સાહિત રહે છે અને મેં હંમેશા આ વાતની કદર કરી છે. પરંતુ આ વીડિયો ચિંતાજક છે અને મને મારી પ્રાઇવેસીને લઇને ડરાવી દીધો છે. જો હું મારા હોટલના રૂમમાં પણ સુરક્ષિત ન હોઉં તો મને કહો કે હું બીજી શું અપેક્ષા રાખું.
જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા પોતાની પ્રાઈવસીને લઈને ખૂબ જ સાવધ છે. આ પહેલા પણ તેઓ પોતાની પુત્રી વામિકાનો ચહેરો બતાવવા માટે મીડિયાને ઠપકો આપી ચૂક્યા છે.આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને લગભગ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે.
Next Article