કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી મહિને દેશના 5 રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર કરી શકે
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. લોકશાહીના આ મહાપર્વની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ચૂંટણી કમિશનર ટૂંક સમયમાં જ આ પાંચેય રાજ્યોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા શરૂ કરશે.
Advertisement
- Central Election Commission ની 5 રાજ્યમાં ચૂંટણીની તૈયારી
- આગામી મહિને ચૂંટણીની તારીખ જાહેર કરી શકે
- પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં યોજાનાર છે ચૂંટણી
- કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં પણ ચૂંટણી યોજાશે
- ચૂંટણી કમિશનર 5 રાજ્યોની મુલાકાત લેવાનું શરૂ કરશે
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે.
લોકશાહીના આ મહાપર્વની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ચૂંટણી કમિશનર ટૂંક સમયમાં જ આ પાંચેય રાજ્યોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચ દ્વારા આગામી મહિના સુધીમાં સત્તાવાર રીતે ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. એક તરફ રાજકીય પક્ષોએ પોતપોતાની વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ ચૂંટણી પંચ નિષ્પક્ષ અને પારદર્શી મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે એક્શન મોડમાં આવી ગયું છે.
Advertisement
Advertisement


