Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટોમેટો ફ્લૂ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી

દેશમાં હાલના સમયે ટોમેટો ફ્લૂના (Tomato Flu) કેસો વધી રહ્યાં છે ખાસ કરીને બાળકો આ બિમારીનો શિકાર બને છે. સરકારે આ મામલે ગંભીરતા દાખવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ ગાઈડલાઈન જણાવવામાં આવી છે. જેનું પાલન કરવું અનિવાર્ય છે. સરકારે એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કરી ટોમેટો ફ્લૂના ઈલાજ  અને લક્ષણને લઈને વાત કરી છે.Respiratory Samples દ્વારા સરળતાથી જાણી શકાય છે. બિમારીના 48 કલાકની અંદર જ શ્વસનના સેમ્પલ આપી àª
ટોમેટો ફ્લૂ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી
Advertisement
દેશમાં હાલના સમયે ટોમેટો ફ્લૂના (Tomato Flu) કેસો વધી રહ્યાં છે ખાસ કરીને બાળકો આ બિમારીનો શિકાર બને છે. સરકારે આ મામલે ગંભીરતા દાખવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ ગાઈડલાઈન જણાવવામાં આવી છે. જેનું પાલન કરવું અનિવાર્ય છે. સરકારે એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કરી ટોમેટો ફ્લૂના ઈલાજ  અને લક્ષણને લઈને વાત કરી છે.
Respiratory Samples દ્વારા સરળતાથી જાણી શકાય છે. બિમારીના 48 કલાકની અંદર જ શ્વસનના સેમ્પલ આપી શકાય છે. તે સિવાય મળના (Fecal) સેમ્લના દ્વારા પણ આ વાયરલની ઓળખ કરી શકાય છે પરંતુ આ સેમ્પલ પણ 48 કલાકની અંદર આપવું જરૂરી છે.
સંક્રમિત થવાં પર શું કરવું?
- પાંચથી સાત દિવસ માટે પોતાને આઈસોલે કરો, અન્યને બિમારીના ફેલાઈ તેનું ધ્યાન રાખો.
- તમારી આજુબાજુ સ્વચ્છતા રાખો, સંક્રમિત બાળકો અન્ય બાળકો રમે નહી અને રમકડાં શેર કરે નહી તેનું ધ્યાન રાખો
- ફોલ્લાઓને સ્પર્શ ન કરો, જો તમે આમ કર્યું હોય તો તરત જ તમારા હાથ ધોઈ લો.
- ચેપગ્રસ્ત બાળકોના કપડાં, વાસણો બધાને અલગ રાખવા
- પૂરતો આરામ મેળવવો મહત્વપૂર્ણ છે, ઝડપી રિકવરી માટે પુરતી ઉંઘ લો.
હજુ સુધી ટોમેટો ફ્લૂની (Tomato Flu) કોઈ અલગથી કોઈ દવા નથી. જે દવા વાયરલ થવા પર આપવામાં આવે છે તે જ અપાય છે.  અત્યાર સુધી જે પણ કેસ સામે આવ્યા છે, તેમાં મોટાભાગના 10 વર્ષ થી ઓછી ઉંમરના બાળકો છે. એવામાં સરકાર સૌથી વધુ બાળકો માટે ચિંતિત છે અને બાળકોને જ આ વાયરસથી સુરક્ષિત રાખવા પર ભાર આપી રહી છે.
Tags :
Advertisement

.

×