Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાણા દંપતી સામે રાજદ્રોહનો આરોપ ન થયો સાબિત: મુંબઈ સેશન્સ કોર્ટ

હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા રાણા દંપતીને આખરે ધરપકડના 11 દિવસ બાદ બુધવારે સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન મુંબઈ સેશન્સ કોર્ટે કહ્યું હતું કે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને  ધારાસભ્ય  રવિ રાણા વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ સાબિત થતો નથી. સાથે જ તેમણે કહ્યું કે પોલીસની સૂચના બાદ રાણા દંપતી ઘરની બહાર નીકળ્યું ન હતું.સાંસદ નવનીત રાણા છેલ્લા 11 દિ
રાણા દંપતી સામે રાજદ્રોહનો આરોપ ન થયો સાબિત  મુંબઈ સેશન્સ કોર્ટ
Advertisement
હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા રાણા દંપતીને આખરે ધરપકડના 11 દિવસ બાદ બુધવારે સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન મુંબઈ સેશન્સ કોર્ટે કહ્યું હતું કે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને  ધારાસભ્ય  રવિ રાણા વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ સાબિત થતો નથી. સાથે જ તેમણે કહ્યું કે પોલીસની સૂચના બાદ રાણા દંપતી ઘરની બહાર નીકળ્યું ન હતું.
સાંસદ નવનીત રાણા છેલ્લા 11 દિવસથી ભાયખલા જેલમાં હતા અને બુધવારે 4 મેના રોજ 12માં દિવસે ખરાબ તબિયતના કારણે તેમને જામીન આપવામાં આવ્યા છે. સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને શરતો સાથે જામીન મળ્યા છે. રાણા દંપતીને 50 હજારના બોન્ડ પર કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે.
જામીન આપતી વખતે કોર્ટે દંપતી માટે ઘણી શરતો પણ મૂકી હતી. આદેશ મુજબ રાણા દંપતી મીડિયા સાથે વાત કરી શકશે નહીં. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે દંપતી ફરી આવો કોઈ ગુનો નહીં કરે. આ સિવાય પોલીસ તેમને 24 કલાક અગાઉ નોટિસ આપશે, ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જવું પડશે. જો તેઓ ફરીથી આવો ગુનો કરશે તો જામીન રદ કરવામાં આવશે.
Tags :
Advertisement

.

×