ગંદકીના સામ્રાજ્ય અને જર્જરીત પ્રાથમિક શાળા વચ્ચે બાળકો ભણવા બન્યા મજબૂર
ભરૂચના (Bharuch)નીલકંઠ નગર વિસ્તારની અત્યંત જર્જરીત પ્રાથમિક શાળા (Dilapidated school)સ્થાનિકો માટે શૌચાલય બન્યો છે અને આ પ્રાથમિક શાળાની દીવાલો ઘસી રહી છે પરંતુ નજીકમાં જ આંગણવાડી ઓડીને આવેલી છે અને આ આંગણવાડીમાં (Anganwadi)પણ અભ્યાસ અર્થે બાળકો આવી રહ્યા છે જો જર્જરીત ઇમારતની દીવાલ ધસી પડે તો બાળકોના જીવનું જોખમ ઊભું થાય તેમ છે અને પ્રાથમિક શાળા શૌચાલય બની જતા દુર્ગંધથી મચ્છરોના (Mosquitoes)ઉપદ્રવના કારàª
11:43 AM Dec 20, 2022 IST
|
Vipul Pandya
ભરૂચના (Bharuch)નીલકંઠ નગર વિસ્તારની અત્યંત જર્જરીત પ્રાથમિક શાળા (Dilapidated school)સ્થાનિકો માટે શૌચાલય બન્યો છે અને આ પ્રાથમિક શાળાની દીવાલો ઘસી રહી છે પરંતુ નજીકમાં જ આંગણવાડી ઓડીને આવેલી છે અને આ આંગણવાડીમાં (Anganwadi)પણ અભ્યાસ અર્થે બાળકો આવી રહ્યા છે જો જર્જરીત ઇમારતની દીવાલ ધસી પડે તો બાળકોના જીવનું જોખમ ઊભું થાય તેમ છે અને પ્રાથમિક શાળા શૌચાલય બની જતા દુર્ગંધથી મચ્છરોના (Mosquitoes)ઉપદ્રવના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે.
નીલકંઠ નગરની પ્રાથમિક શાળા જર્જરી હાલતમાં
ભરૂચ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને પ્રાથમિક શાળાઓ જર્જરીત બની ગઈ છે પરંતુ તેને ઉતારવા માટેનું મુહૂર્ત નીકળતું ન હોય તેવા અનેક વાર આક્ષેપ થયા છે ત્યારે આ જ પ્રાથમિક શાળાઓ ધસી પડે અને કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા આક્ષેપ સાથે આ જ જર્જરીત પ્રાથમિક શાળાઓ પાસે આંગણવાડી આવેલી છે અને બાળકો પણ અભ્યાસ અર્થે આવી રહ્યા છે ત્યારે ભરૂચના નીલકંઠ નગરની પ્રાથમિક શાળા અત્યંત જર્જરી બની ગઈ છે અને આ પ્રાથમિક શાળા સ્થાનિકો માટે શૌચાલયનું સાધન બની ગઈ છે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે બેચ પર બેસતા હતા તે બે જ હવે સ્થાનિકો માટે શૌચાલયના ઉપયોગમાં આવી રહી છે.
આંગણવાડીમાં 20 થી વધુ બાળકો અભ્યાસ કરે છે
ભરૂચના વોર્ડ નંબર ૩ માં આવેલી નીલકંઠ સોસાયટીના આવેલી આંગણવાડીમાં 20 થી વધુ બાળકો અભ્યાસ કરવા આવે છે. બાળકો જે જગ્યાએ ભણવા જાય છે તે આંગણવાડીની છત જર્જરી ધોવાના કારણે ભર શિયાળે પણ ચોમાસા જેવી હાલત સાથે સતત પાણી ટપકી રહ્યું છે આગળ જૂની પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં પડી છે જેનો ઉપયોગ અસામાજિક તત્વો હવે શૌચાલય,કચરા પેટી તરીકે કરતા નજીકમાં ચાલતી આંગણવાડીમાં આવતા કર્મચારી મહિલા,બાળકો સહિત વાલીઓ માટે માથાના દુઃખાવા સમાન બની જવા પામી છે. સરકાર એક તરફ શિક્ષણની વાતો કરે છે ત્યારે ભરૂચની નીલકંઠ સોસાયટીની આગણવાડીની હાલત જોઈ તત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે.
અમારા બાળકોને ભણવા મોકલવાનું બંધ કરીશુ; વાલી
આંગણવાડીની મહિલા કર્મચારીઓ અને વાલીઓએ પોતાની આપવીતી બતાવતા જણાવ્યું હતું કે અમે અમારા બાળકના પગભર અને જ્ઞાન માટે આંગણવાડીમાં મોકલતા હોય છે પણ ગંદકી સાથે ગળતી આંગણવાડીમાં આમારા બાળકોનું ભવિષ્ય સાથે જીવનું પણ જોખમ જોતા અમને અમારા બાળકો ભવિષ્ય જીવ અને સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી છે.જો વહેલી તકે આ દુષણો દૂર નહિ કરવામાં આવે તો અમે અમારા બાળકોને ભણવા મોકલવાનું બંધ કરીશુ. અને કેટલા વાલીઓએ તો બાળકોને મોકલવાનું બંધ પણ કરી દીધું હોવાનો આરોપ લગાવ્યો છે
મારા બાળકને કંઈ થયું તો તંત્રની વાટ લગાવી દઈશ : વાલી
નીલકંઠ નગરની પ્રાથમિક શાળા પાસે આંગણવાડી ચાલી રહી છે અને હું મારા બાળકને અહીંયા મુકવા આવું છું અને જે પ્રાથમિક શાળા જર્જરી છે તેની કેટલીક દિવાલ ઘસી પડી છે અને હજુ પણ પોપડા પડી રહ્યા છે અહીંયાથી નાના ભૂલકાઓ પણ પસાર થાય છે મારો બાળક અહીંથી પસાર થશે અને જો તેને કઈ થયું તો તંત્રની વાટ લગાવી દઈશ તેવી ચીમકી પણ વાલીએ આપી છે
આપણ વાંચો-જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુનું નીતિ આયોગ, વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પ્રેઝેન્ટેશન રજૂ કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article