ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોતને હાથ તાળી દઇ આવ્યાં આ કોમેડિયન, 15 દિવસ પછી ફરી હોશમાં આવ્યા, સ્વાસ્થ્યમાં સુધારો

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો à
07:59 AM Aug 25, 2022 IST | Vipul Pandya
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો à
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. 
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. રાજુ શ્રીવાસ્તવ લગભગ 15 દિવસથી બેભાન હતા અને તેમની હાલત નાજુક હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. 

આરોગ્યમાં નોંધપાત્ર સુધારો 
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, રાજુ શ્રીવાસ્તવ બેભાન ણવસ્થા માંથી બહાર આવી ગયા છે. રિપોર્ટ અનુસાર, રાજુ શ્રીવાસ્તવના પી.એ ગરવિત નારંગે જણાવ્યું કે, કોમેડિયન 15 દિવસ પછી હોશમાં આવ્યા છે અને ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. સાથે જ તેમની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની AIIMSમાં દાખલ છે. તેમને 10 ઓગસ્ટે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો.

એક કોમેડિયન તરીકે રાજુ શ્રીવાસ્તવની કારકિર્દી
નોંધપાત્ર રીતે, રાજુ શ્રીવાસ્તવ 1980ના દાયકાનાથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય છે, પરંતુ તે 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ની પ્રથમ સીઝનમાં ભાગ લીધા પછી લોકપ્રિય બન્યા હતા. તેમણે 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોબ્બે ટુ ગોવા' અને 'આમદાની અઠની ખર્ચા રૂપૈયા'માં અભિનય કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવે 'બિગ બોસ' સીઝન ત્રણમાં પણ ભાગ લીધો હતો. હાલમાં શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ છે.
રાજુ શ્રીવાસ્તવની ખાસ વાતો
રાજુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે અને તેનું અસલી નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે, જોકે તે વિશે બહુ ઓછા લોકો જાણે છે.રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ એક કવિ હતા, જેઓ બલાઈ કાકા તરીકે જાણીતા હતા.રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ એક સારા મિમિક્રી આર્ટિસ્ટ છે, અને તેમણે નાની ઉંમરમાં જ નક્કી કરી લીધું હતું કે તે કોમેડિયન બનવા માંગે છે. રાજુને એક્ટિંગની સાથે કોમેડીનો પણ શોખ હતો. રાજુ શ્રીવાસ્તવે અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની તેઝાબથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવ તેમની ઉત્તમ કોમેડી અને પરફેક્ટ ટાઇમિંગને કારણે એક સમયે ભારતના સૌથી વધુ કમાણી કરનાર કોમેડિયન હતા. રાજુ શ્રીવાસ્તવે શેખર સુમનના ટીવી શો દેખ ભાઈ દેખ (1994)માં કેમિયો પણ કર્યો હતો. આટલું જ નહીં રાજુ શ્રીવાસ્તવે મુકેશ ખન્નાના સુપરહીરો શો શક્તિમાનમાં પણ કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવે કેટલીક હિટ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં બાઝીગર, મૈને પ્યાર કિયા અને મૈં પ્રેમ કી દીવાની હૂં સામેલ છે. વર્ષ 2013 માં, રાજુ શ્રીવાસ્તવે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 6 માં પરફોર્મ કર્યું હતું.

 
Tags :
BollywoodComedianEntertainmentNewsGujaratFirstRajuShrivastavahealthupdateRajuSrivastava
Next Article